Gujarati Video: અમદાવાદમાં રખડતા શ્વાનોના રસીકરણ માટે શરૂ કરાઈ ડ્રાઈવ, રોજ 130 શ્વાનોનુ કરાય છે ખસીકરણ

Ahmedabad: અમદાવાદમાં રખડતા શ્વાનોના રસીકરણ માટે કોર્પોરેશન દ્વારા સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આવા શ્વાન માટે જમાલપુરમાં વિશેષ ડોગ હોસ્ટેલ તૈયાર કરવામાં આવે છે. જેમા એક મહિના દરમિયાન 3500થી 4000 શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 7:31 PM

અમદાવાદમાં રખડતા કુતરાના ત્રાસ સામે અમદાવાદ મહાનગરપાલિકા, સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સાથે મળી ખસીકરણ અભિયાન ચલાવે છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહીશો દ્વારા રખડતા શ્વાનની સરેરાશ રોજની 15 થી 20 ફરિયાદો મળતી હોય છે. અમદાવાદમાં રોજના 120 થી 130 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે કે જેના કારણે કુતરાઓ સંખ્યામાં વધારો ના થાય. ખસીકરણ માટે કુતરાઓને ડોગ હોસ્ટેલમાં લાવી 4 દિવસ રાખવામાં આવે છે. જ્યાં જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ આપી ખસીકરણ થાય છે અને કુતરાના કાન પર ઓળખ માટે કાપ મુકાય છે. શ્વાનોની સંખ્યા ન વધે તે માટે આ કામગીરી કરવામાં આવે છે.

અમદાવાદમાં રખડતા ઢોર અને રખડતા શ્વાનની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. ત્યારે કોર્પોરેશન માત્ર શ્વાનોનું ખસીકરણ કરી સંતોષ માની લે છે. સ્માર્ટ સિટીમાં શ્વાનની સમસ્યા વધી રહી છે, શ્વાનના ખસીકરણ પાછળનો ખર્ચ પણ વધી રહ્યો છે. છતા શહેરીજનોને રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ મળતી નથી.

આ પણ વાંચો: Gujarati Video: હાટકેશ્વરમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધાના 24 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ

હાલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાનના ખસીકરણ માટેની સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમા આ ડોગ્સ માટે વિશેષ હોસ્ટેલ પણ તૈયાર કરવામાં આવે છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવા રખડતા શ્વાન માટેની હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. અહીં રખડતા શ્વાનને લાવી તેમનુ ખસીકરણ અને હડકવા ન ઉપડે તેના માટેનું વેક્સિનેશન કરાઈ રહ્યુ છે. એએમસી સાથે સંકળાયેલી સંસ્થાઓ અને NGOની ટીમ આ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં એક મહિનાની અંદર સરેરાશ 3500થી 4000 શ્વાનોનું ખસીકરણ આવતુ હોય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">