Gujarati Video: હાટકેશ્વરમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધાના 24 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ

Gujarati Video: હાટકેશ્વરમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધાના 24 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 5:56 PM

Ahmedabad: શહેરમાં હાટકેશ્વર વિસ્તારમાં મહિલાને અડફેટે લીધાના 24 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હજુ બેફામ રીતે ઢોર આમતેમ ફરી રહ્યા છે પરંતુ કોર્પોરેશનની ઢોર પકડવાની કોઈ ટીમ ફરકી સુદ્ધા નથી.

અમદાવાદના જાહેરમાર્ગો પર રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. હાટકેશ્વરમાં મહિલાને અડફેટે લીધા 24 કલાક વિત્યા છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ઘટનાને 24 કલાક બાદ AMCએ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આટલી ગંભીર ઘટના હોવા છતાં રખડતા ઢોર પકડવા ટીમ નથી આવતી. એટલું જ નહીં ઢોર માલિકો અને કોર્પોરેશનની ઢોર પકડ કર્મચારીઓની મિલીભગતને કારણે ઢોર ભાગી જતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

રખડતા ઢોર પકડતી ટીમ પાસે મિકેનિઝમ અને સ્ટાફનો અભાવ હોવાના કારણે પણ રસ્તા પરથી રંજાડ દૂર થઇ રહી નથી. સવારથી ટીમ પૂર્વ વિસ્તારમાં ફરી પરંતુ માત્ર બે જ રખડતા ઢોર પકડાયા છે. મહત્વનું છે કે ગઇકાલે હાટકેશ્વરમાં એક મહિલા રસ્તો ઓળંગી રહી હતી ત્યારે અચાનક એક ઢોરે તેને પાછળથી ટક્કર મારતા મહિલા 5 ફુટ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાઈ હતી. ઢોરની અડફેટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati Video: રખડતા ઢોરે અમદાવાદના હાટકેશ્વરમાં એક મહિલાને અડફેટે લીધી, મહિલા 5 ફૂટ ઊંચે ફંગોળાઈ

તો બીજી તરફ ઢોર પકડનાર પાર્ટીના ઇન્સ્પેક્ટર તંત્રનો લુલો બચાવ કર્યો અને કહ્યું કે કે તેમની પાસે સ્ટાફ ઓછો છે જેથી ઢોર પકડી નથી શકતા. એટલું જ નહી ઢોર માલિકો ગાડી પાછળ દોડે છે અને મારામારીના બનાવ બનતા હોવાના કારણે ઢોર ન પકડતા હોવાનું રટણ કરી રહ્યાં છે. ત્યારે સવાલ છે કે ક્યારે શહેરીજનોને આ રંજાડમાંથી છૂટકારો મળશે.

g clip-path="url(#clip0_868_265)">