Gujarati Video: મહેસાણાના વાતાવરણમાં પલટો, બપોર બાદ અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
Mehsana: મહેસાણામાં પણ આખરે મેઘરાજાએ ઓગષ્ટ મહિના બાદ દસ્તક દીધી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે. મહેસાણા સહિત ઊંઝા પંથકમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને વરસાદ પડ્યો હતો.
Mehsana: ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ આખરે મહેસાણામાં પણ મેઘરાજાએ દસ્તક દીધી છે. લાંબા વિરામ બાદ મહેસાણામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતચો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડ્યો હતો. જો કે લાંબા સમય બાદ વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ઉકળાટ અને બફારામાંથી આંશિક રાહત મળી છે.
ઊંઝામાં પવન સાથે વરસાદ
આ તરફ ઊંઝામાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વરસાદની શરૂઆત થઈ હતી. સાંજે એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. ઊંઝાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકોને પણ ઠંડકનો અનુભવ થયો.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
