Gujarati Video: છોટા ઉદેપુરના નસવાડીમાં ભેખડ ધસી પડતા એક ટેમ્પો અને બાઈક ફસાયા, તંત્રના અધિકારીઓ ફરક્યા સુદ્ધા નહીં
Chhota Udepur: છોટા ઉદેપુરના નસવાડીમાં પાંચ ગામને જોડતા ડુંગરની ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. જેમા વડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તા પર ભેખડ ધસી પડતા એક ટેમ્પો અને બાઈક ફસાયા હતા. વાહનને બહાર કાઢવા ગામલોકો કલાકોથી જહેમત કરી રહ્યા હતા પરંતુ તંત્રના કોઈ અધિકારીઓ ફરક્યા સુદ્ધા ન હતા.
Chhota Udepur: છોટાઉદેપુરના નસવાડીમાં પાંચ ગામને જોડતા ડુંગરની ભેખડ ધસી પડી. વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તા પર ભેખડ ધસી પડતા એક ટેમ્પો અને બાઈક ફસાઈ ગયા. ગ્રામજનોએ વાહનને કાઢવા ભારે મથામણ કરી. ગઈ કાલના વરસાદ બાદ કાચા રસ્તાનું ધોવાણ થઇ ગયું, છતાં તંત્રના અધિકારીઓ ફરક્યા પણ નથી. આ ડુંગર વચ્ચેથી જે કાચો રસ્તો નીકળે છે, તે છોટીઉમર, કુપ્પા, ગાનીયાબારી અને સાંકડીબારી સહિતના પાંચ ગામોને જોડે છે. તો હવે આસપાસના ગ્રામજનો જોખમી રીતે અવરજવર કરવા મજબૂર બન્યા છે.
મહારાષ્ટ્રથી લોકો આ જ માર્ગે ગુજરાત આવતા હોય છે
નર્મદા નદીમાં થઈ મહારાષ્ટ્રના લોકો પણ ગુજરાતમાં આવવા આ જ કાચા રસ્તાનો ઉપયોગ કરે છે. ભેખડ ધસી પડી, રસ્તો ધોવાઈ ગયો. તો ગ્રામજનો જોખમી રીતે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. રસ્તાની વચ્ચોવચ્ચ ભેખડ ધસી પડતા વાહનવ્યવહાર ખોરવાયો છે. પરંતુ તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. આ રસ્તા પર અનેક વાહનચાલકો અટવાયા હતા, પરંતુ તંત્ર હજુ નીંદ્રાધીન છે. મહારાષ્ટ્ર સાઈડથી આવતા વાહનો પણ શોર્ટકટ માટે અહીંથી પસાર થતા હોય છે, ત્યારે એ તમામ વાહનો હાલ અટવાયા છે. એક તરફ વરસાદને કારણે રસ્તાનું ધોવાણ થયુ છે અને બીજી તરફ ભેખડ ધસી પડી છે છતા તંત્ર દ્વારા ના તો બેરીકેટિંગ કરાયા છે ના તો લોકોને જાણ કરવામાં આવી છે.
Input Credit- Makbul Mansuri- Chhota Udepur
છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો