Gujarati Video: વડોદરામાં મંજૂરી વિના કોંગ્રેસના કાર્યકરોએ મશાલ રેલી કાઢતા પોલીસે કરી અટકાયત, NSUIએ લોકશાહી બચાવો રેલીની માગી હતી મંજૂરી

Vadodara: વડોદરામાં કોંગ્રેસે મશાલ રેલી કાઢતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે. મશાલ રેલીની મંજૂરી ન હોવાથી પોલીસે મશાલો બુજાવી કાર્યકરોની અટકાયત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 10:03 AM

વડોદરામાં કોંગ્રેસે મશાલ રેલી કાઢતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે. મશાલ રેલીની મંજૂરી ન હોવાથી પોલીસે NSUIના કાર્યકરોની મશાલ રેલી અટકાવી હતી. યુથ કોંગ્રેસ અને NSUIએ લોકશાહી બચાવો સંદર્ભે રેલીની મંજૂરી માગી હતી. જો કે કોંગ્રેસના કાર્યકરોએ મંજૂરી વિના મશાલ રેલી કાઢવાનું કહેતા કોંગ્રેસના કાર્યકરોએ હંગામો કર્યો હતો. પોલીસે મશાલો બુઝાવીને કાર્યકરોની અટકાયત કરી હતી.

મશાલ યાત્રાએ આકર્ષણ જમાવ્યું

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ NSUIએ લોકશાહી બચાવો મશાલ યાત્રાનું આયોજન કર્યુ હતું અને આ આયોજનના ભાગરૂપે શહેર પોલીસ તંત્ર પાસે દાંડિયા બજાર કોંગ્રેસ કાર્યાલયથી રાજમહેલ રોડ, શહીદ ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગૃહ સુધીના મશાલ યાત્રાના રૂટ માટે પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ શહેર પોલીસ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી. કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી પોલીસની મંજૂરી સાથે શાંતિપૂર્ણ મશાલી યાત્રાનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો: Breaking news :PM Modi In Karnataka: કોંગ્રેસે અત્યાર સુધીમાં 91 વખત મને અપશબ્દ કહ્યા, દરેક વખતે જનતાએ તેને સજા આપી છેઃ પીએમ મોદી

કોંગ્રેસના અગ્રણીઓ રેલીમાં જોડાયા

પોલીસ તંત્ર દ્વારા મશાલ યાત્રાને મંજૂરી આપવામાં આવી ન હતી. આ મશાલ યાત્રામાં એઆઈસીસીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ, કાઉન્સિલરો અમીબેન રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પુષ્પાબેન વાઘેલા, જહા દેસાઈ, હરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. દાંડિયા બજારથી નીકળેલી મશાલ યાત્રાએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !
ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !
બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ
અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ
MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત
MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત
રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
g clip-path="url(#clip0_868_265)">