Gujarati Video: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નીતિમત્તાની કરી પ્રશંસા, ઍર એમ્બ્યુલ્સનુ ભાડુ ભરવા બદલ બિરદાવ્યા, અનુજના જલ્દી સાજા થવા માટે કરી પ્રાર્થના

PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નીતિમત્તાની ભારોભાર પ્રશંસા કરતુ એક ટ્વીટ કરી સીએમના આચરણને બિરદાવ્યુ છે. સીએમએ પુત્ર અનુજને ઍર એમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ જવાયા ત્યારે એ એર એમ્બ્યુલન્સનું ભાડુ પણ તેનો પણ પીએમએ ઉલ્લેખ કર્યો છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 5:32 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નીતિમતાની પ્રશંસા કરી છે. વડાપ્રધાને ટ્વીટ કરી CM ભૂપેન્દ્ર પટેલે સરકારી એર ઍમ્બ્યુલન્સનું ભાડુ ભર્યુ તેનો પણ ઉલ્લેખ કર્યો વડાપ્રધાને ટ્વીટ કર્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનુ આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરુ છુ.

સીએમએ કોમન મેનની જેમ ઍર એમ્બ્યુલન્સનું ભાડુ ભરી બતાવી તેમની ઈમાનદારી

આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અનુજને અમદાવાદથી ઍર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. સીએમએ કોમન મેનની જેમ આ ઍર એમ્બ્યુલન્સનું ભાડુ ભર્યુ હતુ. ઉપરાંત સીએમ અનુજને મળવા માટે પણ પાંચવાર ડોમેસ્ટિક ફ્લાઈટમાં જ ગયા હતા. ઉદ્યોગપતિઓ પાસે ઘણા ચાર્ટ્ડ પ્લેન હોવા છતા સીએમએ તેમની પણ કોઈ મદદ લીધી ન હતી. ફ્લાઈટ પણ મુખ્યમંત્રીએ 108ની મદદથી બુક કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Karnataka Result 2023: PM મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં કોણ જીત્યું? વાંચો દરેકનો જાદુ ચાલ્યો કે નહીં

સરકારી ઍર એમ્બ્યુલન્સનું ભાડુ ભરી CM ભૂપેન્દ્ર પટેલે નવો ચીલો ચાતર્યો

દીકરા માટે એક પિતા કંઈ પણ કરી છુટે છે અને તમામ પરિસ્થિતિ સામે લડવા તૈયાર થઈ જાય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 1લી મે ના રોજ દીકરા અનુજને સરકારી ઍૅર એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં લઈ ગયા. જો કે સરકારી એમ્બ્યુલન્સનું ભાડુ સીએમ પાસે કોઈ માગે તેમ ન હતું. છતા એક સામાન્ય ઈમાનદાર માણસી જેમ સીએમએ સરકારમાં ઍર એમ્બ્યુલન્સનું ભાડુ ભર્યુ હતુ.

Input Credit- Jignesh Patel- Ahmedabad

ગુજરાત સહિત  ગાંધીનગર શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">