AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video : રાજકોટમાં RTE હેઠળ બાળકને પ્રવેશ મળેલી શાળા જોવા ગયેલા વાલીઓ ચોંક્યા, જાણો શું સત્ય બહાર આવ્યુ

Gujarati video : રાજકોટમાં RTE હેઠળ બાળકને પ્રવેશ મળેલી શાળા જોવા ગયેલા વાલીઓ ચોંક્યા, જાણો શું સત્ય બહાર આવ્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 1:34 PM
Share

રાજકોટમાં (Rajkot) RTE અંતર્ગત બાળકને પ્રવેશ મળતા વાલીઓ સ્કૂલ જોવા આવ્યા હતા. ત્યારે મારવાડી વાસમાં માત્ર બે રુમમાં ચાલતી સ્કૂલ જોઇને સ્તબ્ધ રહી ગયા હતા.

રાજકોટ (Rajkot)માં RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં સનલાઈટ સ્કૂલનું મોટુ કારસ્તાન સામે આવ્યુ છે. સનલાઈટ સ્કૂલના સંચાલકો RTEના કાયદાને ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં મારવાડી વાસમાં પતરાવાળી સ્કૂલ બનાવી RTEના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને સમગ્ર મામલે પત્ર લખી રજૂઆત કરી છે.

આ પણ વાંચો- Gujarat સરકારની મોટી જાહેરાત, ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ

રાજકોટમાં RTE અંતર્ગત બાળકને પ્રવેશ મળતા વાલીઓ સ્કૂલ જોવા આવ્યા હતા. ત્યારે મારવાડી વાસમાં માત્ર બે રુમમાં ચાલતી સ્કૂલ જોઇને સ્તબ્ધ રહી ગયા હતા. આ નાનકડી સ્કૂલમાં 1થી 7 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. અહીં માત્ર બે રુમમાં 80થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ત્યારે વાલીઓએ આ શાળા જોયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગે સ્કૂલને નોટિસ ફટકારી છે. મળતી માહિતી મુજબ મંજૂરી વિના ઘંટેશ્વરથી સ્કૂલને રામાપીર ચોકડી પાસે મારવાડી વાસમાં ખસેડવામાં આવી હતી.

(વિથ ઇનપુુટ-રોનક મજેઠિયા,રાજકોટ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">