Gujarati Video: રાજકોટમાં થેલેસેમિયાના દર્દીઓને અપાતા ડેસ્ફેરાલ ઈન્જેક્શનનો સ્ટોક ખાલી, દર્દીઓને ભારે હાલાકી

Gujarati Video: રાજકોટમાં થેલેસેમિયાના દર્દીઓને અપાતા ડેસ્ફેરાલ ઈન્જેક્શનનો સ્ટોક ખાલી, દર્દીઓને ભારે હાલાકી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 4:10 PM

રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ મનાતા ડેસ્ફેરાલ ઇન્જેક્શનનો સ્ટોક ખૂટી પડ્યો છે. તો ડેસ્ફેરાલ ઇન્જેક્શનની અછતની ફરિયાદને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે સ્વીકારી છે.

પહેલા કોરોનાની રસી, હવે ડેસ્ફેરાલ ઈન્જેક્શનનો સ્ટોક ખાલી થઈ ગયો છે. રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ મનાતા ડેસ્ફેરાલ ઈન્જેક્શનનો સ્ટોક ખૂટી પડ્યો છે તો ડેસ્ફેરાલ ઈન્જેક્શનની અછતની ફરિયાદને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે સ્વીકારી છે.

આ પણ વાંચો-Breaking News : ભારતના 32 ખેલાડીઓને તાત્કાલિક પાકિસ્તાન છોડવાનો આદેશ, પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી

સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનો દાવો છે કે એક જ કંપની આ ઈન્જેક્શન બનાવતી હોવાથી અછત સર્જાઇ છે અને માત્ર રાજકોટ કે ગુજરાતમાં જ નહીં દેશભરમાં ડેસ્ફેરાલ ઇન્જેક્શનની અછત છે. જોકે તેમણે દાવો કર્યો કે આગામી 15 જ દિવસમાં ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થઇ જશે.

ડેસ્ફેરાલ ઇન્જેક્શન થેલેસેમિયાના દર્દીના શરીરમાં લોહતત્વનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. દર્દીમાં લોહતત્વનું પ્રમાણ 10 હજાર ઉપર જાય તો ડેસ્ફેરાલ ઇન્જેક્શન આપવામાં આવે છે. ઇન્જેક્શનની અછતને પગલે પાછલા 4 મહિનાથી થેલેસેમિયાના દર્દીઓની હાલત કફોડી બની છે અને ઈન્જેક્શન માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડેસ્ફેરાલ ઈન્જેક્શન બજારમાં મોંઘી કિંમતે વેચાય છે અને આ કિંમત ચૂકવવી ગરીબ દર્દીઓને પરવડે તેમ નથી.

(વિથ ઇનપુટ-રોનક મજેઠિયા)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">