Gujarati Video : મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી 7 માર્ચના રોજ

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી 7 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. જેમાં મોરબી જિલ્લા અને સેશન્સ કોર્ટમાં બંને પક્ષના વકીલોની દલીલ કરી હતી. જેમાં પીડિતોને સહાય ચુકવવાના આદેશ બાદ જયસુખ પટેલે અરજી કરી હતી . 3 મહિના સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ જયસુખ પટેલની ધરપકડ કરાઇ હતી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 4:30 PM

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી 7 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે. જેમાં મોરબી જિલ્લા અને સેશન્સ કોર્ટમાં બંને પક્ષના વકીલોની દલીલ કરી હતી. જેમાં પીડિતોને સહાય ચુકવવાના આદેશ બાદ જયસુખ પટેલે અરજી કરી હતી . 3 મહિના સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ જયસુખ પટેલની ધરપકડ કરાઇ હતી. તેમજ છેલ્લા એક મહિનાથી જયસુખ પટેલ પટેલ જેલમાં બંધ છે.

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ વચગાળાનો આદેશ આપી ઓરેવાં કંપનીએ દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા જણાવ્યુ છે. દરેક ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયા ચૂકવવા પણ હાઇકોર્ટના આદેશ કર્યો છે. આ કેસમાં ભોપાલ ગેસ કાંડ અને દિલ્લી ઉપહારકાંડના વળતર અંગેનો ચુકાદો કોર્ટમાં રજૂ કરાયો હતો. જેને લઇને આ કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો  હતો.

સમગ્ર કેસ મામલે મૃતકોના પરિજવારજનો તરફથી વધુ એક સોગંદનામુ રજૂ કરાયુ હતુ. સોગંદનામામાં ઉચ્ચ કક્ષાના લોકોના નામ જાહેર કરવા રજૂઆત કરવામાં આવી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે કોણે આ કામ કરવા માટે ઓરેવા અથવા જયસુખ પટેલને કીધુ હતુ તેના નામ જાહેર કરવામાં આવે. તેમજ ઓરેવા તરફી વકીલે કોર્ટમાં કરેલી રજૂઆત સંદર્ભે ખુલાસો માગ્યો હતો.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

અગાઉ ઓરેવાએ 3.5 લાખ આપવા તૈયારી દર્શાવી હતી

બ્રિજ હોનારત મુદ્દે ઓરેવા ગ્રૃપે અગાઉની સુનાવણીમાં મૃતકોના પરિવારને 3.5 લાખ રૂપિયા વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. તેમજ ઇજાગ્રસ્તને 1 લાખ એડ હોક વળતર ચુકવવા અંગેની તૈયારી દર્શાવી હતી. જેને લઈને કોર્ટે પુછ્યુ કે શું આ વળતર પુરતુ અને વ્યાજબી લાગે છે? કોર્ટે સ્પષ્ટ કહ્યુ હતુ કે આ રકમ વ્યાજબી લાગતી નથી. કોર્ટ મિત્રએ કહ્યું હતુ કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જોઇએ. ગુજરાત હાઇકોર્ટ કહ્યું કે, કંપનીની જવાબદારી 55 ટકા નક્કી થવી જોઇએ.

g clip-path="url(#clip0_868_265)">