Gujarati Video: સનાતન વિવાદમાં મોરારી બાપુએ નામ લીધા વગર સ્વામીનારાયણ સંપ્રદાય પર કર્યો પ્રહાર
Rajkot: સનાતન વિવાદમાં મોરારી બાપુએ નામ લીધા વગર સ્વામીનારાયણ સંપ્રદાય પર પ્રહાર કર્યો છે. ધર્માન્તર કરાવનારા વિધર્મી સાથે સ્વામીનારાયણની સરખામણી કરી. તેમણે નામ લીધા વિના સવાલ કર્યો કે એક્તાની વાત કરનારા કોઈ રામમંદિરમાં કેમ દેખાતા નથી.
Rajkot: સનાતન વિવાદમાં મોરારી બાપુનું નિવેદન સામે આવ્યુ છે. મોરારીબાપુએ પ્રહાર કર્યો કે એક્તાની વાત કરનારા રામમંદિરમાં કેમ દેખાતા નથી. પહેલીવાર કાઠિયાવાડમાં આવનારાને કોઈએ રોટલો ન આપ્યો ત્યારે રામ મંદિરે ઓટલો આપ્યો હતો. તો સનાતન ધર્મના મૂળ સૌથી વધુ ઉંડા હોવાનુ જણાવતા બાપુએ કહ્યુ કે મૂળ તો સનાતન ધર્મ છે. તેમણે કહ્યુ વડલો તો સનાતન કહેવાય અને ભીંડો ભાદરવાનો કહેવાય.
આપને જણાવી દઈએ કે તિલક વિવાદ માંડ શમ્યો છે ત્યા વધુ એક સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ ખોડિયાર માને લઈને બફાટ કર્યો છે. અગાઉ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ સનાતની સંતને અસૂર કહેતા વિવાદ વધ્યો હતો. ત્યારે ફરી તેમણે ખોડિયાર માતા વિશે વિવાદી નિવેદન કર્યુ છે.
આ પણ વાંચો: Aravalli: આ શાળામાં શિક્ષિકાને મેડમ નહીં વિદ્યાર્થીઓ ‘મમ્મી’ કહીને સંબોધે છે, અનોખી રીતે બદલી દીધો માહોલ
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





