Morari Bapu: રામકથાને લઈ મોરારી બાપુનું નિવેદન, કહ્યુ- ભારત અને તેમાં પણ ગુજરાત એ મારી માતૃભૂમિ છે
રામકથા કેદારનાથથી સોમનાથ સુધી યોજાશે. 12 જ્યોતિર્લિંગના સાનિધ્યમાં મોરારીબાપુ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ ટ્રેનમાં 1008 શ્રદ્ધાળુઓ યાત્રાનો લાભ લેશે. સમગ્ર યાત્રા 9 રાજ્યોમાંથી પસાર થશે.
મોરારી બાપુએ (Morari Bapu) શ્રાવણના પવિત્ર મહિનામાં એક અસાધારણ આધ્યાત્મિક રામકથા (Ramkatha) યાત્રા શરૂ કરી છે. 22 જુલાઈથી કેદારનાથ (Kedarnath) ધામથી યાત્રાની શરૂઆત કરી હતી. રામકથા કેદારનાથથી સોમનાથ સુધી યોજાશે. 12 જ્યોતિર્લિંગના સાનિધ્યમાં મોરારીબાપુ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ ટ્રેનમાં 1008 શ્રદ્ધાળુઓ યાત્રાનો લાભ લેશે. સમગ્ર યાત્રા 9 રાજ્યોમાંથી પસાર થશે અને લગભગ 12,000 કીલોમીટરનું અંતર કાપી ભક્તો રામકથાનો આનંદ લેશે.
આ પણ વાંચો : ‘રેલ’થી રામકથા! 18 દિવસની યાત્રામાં ભક્તો કરશે 12 જ્યોતિર્લિંગ સાથે 3 ધામના દર્શન
રામકથાને લઇ મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, ગંગા હંમેશા ઉપરથી નીચે આવે છે. રામકથા પણ કેદારનાથથી સોમનાથ સુધી યોજાશે. ભારત અને તેમાં પણ ગુજરાત એ મારી માતૃભૂમિ છે. હું કેદારનાથમાં પણ ગુજરાતના ભાઇ-બહેનોને યાદ કરું છું અને સોમનાથ સુધી ગુજરાતના ભાઇ-બહેનોને યાદ કરતો રહીશ.