મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં જયસુખ પટેલ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પૂરક ચાર્જશીટ રજૂ થયા બાદ આજે મુદત હોવાથી જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયો હતા.જેમા મોરબીની ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલે હાજરી આપી હતી. જો કે આજે કોર્ટ તરફથી કોઈ રાહત ન ઓરેવા ગૃપના માલિક જયસુખ પટેલને હજુ જેલમાં જ રહેવુ પડશે. આ અંગે સેશન્સ કોર્ટમાં વધુ સુનાવણી 31મી માર્ચે હાથ ધરાશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલની કોર્ટ સમક્ષ હાજર થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે તપાસ અધિકારીએ આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. જેથી પૂરક ચાર્જશીટ રજૂ થયા બાદ કોર્ટે 17 માર્ચની મુદત આપી હતી. મોરબી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલ આજે હાજર હતા અને કોર્ટે આગામી 31 માર્ચની મુદત આપી છે.
જયસુખ પટેલ સહિત અન્ય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 304, 308 , 336 (માનવ જીવનને જોખમમાં મૂકે તેવું કૃત્ય), 337 અને 338 હેઠળની કલમ દાખલ કરવામાં આવી છે. કોર્ટે તાજેતરમાં જયસુખ પટેલની વચગાળાની જામીનની અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 30 ઓક્ટોબરે ગુજરાતના મોરબી શહેરમાં પુલ ધરાશાયી થતાં 135 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા.
આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. જે પછી મોરબી પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા. ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા.