Gujarati Video: રાજ્યમાં આજથી નવી જંત્રીનો અમલ, જમીનની કિંમત અને પ્રીમિયમના દરમાં થશે ફેરફાર, જમીન, દુકાન અને મકાનો થશે મોંઘા
New Jantri: રાજ્યભરમાં આજથી નવી જંત્રીના દરો લાગુ થશે. જમીનની કિંમત અને પ્રીમિયમના દરમાં વધારો થશે. નવી જંત્રી લાગુ થતા જમીન, દુકાન કે મકાન ખરીદવુ થશે મોંઘુ
રાજ્યભરમાં આજથી નવી જંત્રીનો અમલ થવા જઈ રહ્યો છે. નવી જંત્રીમાં રહેણાક મકાનો માટે જંત્રીનો દર હવે 1.8 ગણો વસૂલવામાં આવશે. ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાશે. તેમજ ઓફિસના દસ્તાવેજો માટે જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે. દુકાનની જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરાયો છે.
અફોર્ડેબલ હાઉસિંગમાં સરકારે આપી થોડી રાહત
નવી જંત્રી મુજબ ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમજ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરાયું છે. સરકારે ગત 4 ફેબ્રુઆરીએ જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. હવે સરકારે જુદા જુદા બાંધકામ અને જમીન માટે જંત્રીના ભાવ જાહેર કર્યા છે. રાહતની વાત એ છે કે એફોર્ડેબલ ઘર મોંઘા નહીં થાય. જોકે 3 બેડરૂમથી મોટા મકાનોની કિંમતમાં 10થી 20 ટકાનો વધારો થઇ શકે છે. 11 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો : Gujarat Video: જંત્રીના ભાવમાં સરકારે આપી આંશિક રાહત, વાંચો રહેણાંક અને વ્યવસાયિક જંત્રીના શું રહેશે ભાવ
કેવી રીતે થશે અમલવારી
જંત્રીના દરો કેવી રીતે અને કેટલા દરથી અમલમાં આવશે એ અંગેની સ્પષ્ટતા સાથેની વિગતો
- આ દરોમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
- જયારે Composite rate (જમીન તથા બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે 1.8 ગણા કરવાનું
- ઓફીસના ભાવ બે ગણાના બદલે 1.5 ગણા કરવાનું
- દુકાનના ભાવ 2 ગણા યથાવત રાખવાનુ
- બાંધકામ માટે નકકી થયેલ દરો બે ગણા કરેલ તેના બદલે 1.5 ગણા કરવાનુ ઠરાવ્યુ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…