Gujarat Video: જંત્રીના ભાવમાં સરકારે આપી આંશિક રાહત, વાંચો રહેણાંક અને વ્યવસાયિક જંત્રીના શું રહેશે ભાવ
Jantri News: રાજ્યમાં 15 એપ્રિલથી નવી જંત્રીનો અમલ થઈ રહ્યો છે. આ નવી જંત્રીના અમલ પહેલા રાજ્ય સરકારે કેટલીક રાહતો જાહેર કરી છે. જેમા પ્રીમિયમ દરમાં ઘટાડો, બાંધકામની કિંમતમાં ઘટાડો અને ખરીદવી પડતી FSIના દરમાં ઘટાડો કર્યો છે.
ગુજરાતમાં નવી જંત્રીનો અમલ 15 એપ્રિલથી અમલ થઇ રહ્યો છે. ત્યારે નવી જંત્રીના અમલ પહેલા ગુજરાત સરકારે રાહત આપતી જાહેરાત કરી છે. જેમાં રહેણાક મકાનો માટે જંત્રીનો દર બમણો નહીં થાય તેના બદલે 1.8 ગણો વસૂલવામાં આવશે. ખેતી અને બિનખેતી જમીનમાં જંત્રી દર બે ગણો રખાશે. તેમજ ઓફિસના દસ્તાવેજો માટે જંત્રી બે ગણાને બદલે 1.5 ગણી રહેશે.
રહેણાંક મકાનોની જંત્રીનો દર બમણો નહીં થાય, 1.8 ગણો વસુલાશે દર
દુકાનની જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કરાયો છે.નવી જંત્રી મુજબ ખેતીથી-ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું તેમજ ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરાયું છે. સરકારે ગત 4 ફેબ્રુઆરીએ જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. હવે સરકારે જુદા જુદા બાંધકામ અને જમીન માટે જંત્રીના ભાવ જાહેર કર્યા છે. રાહતની વાત એ છે કે એફોર્ડેબલ ઘર મોંઘા નહીં થાય. જોકે 3 બેડરૂમથી મોટા મકાનોની કિંમતમાં 10થી 20 ટકાનો વધારો થઇ શકે છે.
આ પણ વાંચો: 15 એપ્રિલથી જંત્રીના અમલને લઈ મોટા સમાચાર, જાણો રાજ્ય સરકારે શુ કર્યો નિર્ણય
બાંધકામમાં પેઈડ FSIના 40 ટકાના બદલે 20 ટકા ચુકવવા પડશે
સરકાર દ્વારા જંત્રીના દરમાં સૌથી મોટી રાહત અર્ફોડેબલ હાઉસિંગમાં આપવામાં આવી છે. રહેણાંક ઝોનમાં 66 ચોરસ મીટરથી 90 ચોરસ મીટર સુધીના બાંધકામમાં પેઈડ FSIના 40 ટકાના બદલે 20 ટકા ચૂકવવા પડશે. જેથી અર્ફોડેબલ હાઉસિંગના મકાનોની કિંમતમાં કોઈ વધારો થશે નહીં. રાજય સરકારે કરેલા નિર્ણયને ક્રેડાઈએ આવકાર્યો છે જો કે રિડેવલપમેન્ટમાં જતા પ્રોજેકટ માટે પણ અર્ફોડેબલ હાઉસીંગમાં જે રાહત આપી તે રાહત આપવાની માંગણી પણ બિલ્ડરોએ વ્યકત કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…