AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 એપ્રિલથી જંત્રીના અમલને લઈ મોટા સમાચાર, જાણો રાજ્ય સરકારે શુ કર્યો નિર્ણય

રાજ્ય સરકારે 15 એપ્રિલથી નવા જંત્રી દરો લાગુ કર્યા છે. જેમાં જંત્રીના દરોનો બમણા કરવાનુ પહેલા જાહેર કરવામાં આવ્યુ હતુ. નવી જંત્રીની અમલવારીને લઈ રાજ્ય સરકારે ગુરુવારે વિગતો જાહેર કરી હતી.

15 એપ્રિલથી જંત્રીના અમલને લઈ મોટા સમાચાર, જાણો રાજ્ય સરકારે શુ કર્યો નિર્ણય
Gujarat Government announced for new Jantri rates
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 13, 2023 | 10:30 PM
Share

ગુજરાત  સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં જંત્રી બમણી લાગુ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ માટે 15 એપ્રિલથી જેનો અમલ કરવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ હવે રાજ્ય સરકારે ગુરુવારે મહત્વની વિગતો જાહેર કરી છે. મીડિયાને આપેલી વિગતોનુસાર નવા જંત્રી દર આગામી 15 એપ્રિલ 2023 થી અમલમાં આવશે અને આ માટેનો નવા દરો રાજ્ય સરકારે જાહેર કર્યા છે. બિનખેતી અને ખેતી સહિત દુકાનો અને ઓફિસોમાં કેટલા જંત્રીના દર રહેશે તેની વિગતો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.

15 એપ્રિલથી બમણી જંત્રી અમલમાં આવનારી હોવાનુ માનીને જમીનોના અને મિલ્કતોના દસ્તાવેજો માટે રજીસ્ટાર કચેરીઓમાં મોટી સંખ્યામાં લાઈનો છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં જોવા મળી હતી. આ દરમિયાન હવે રાજ્ય સરકાર દ્વારા જંત્રીને લઈ વિગતવાર માહિતી જાહેર કરી છે. જેમાં ખેતીની જમીન, બિનખેતીની જમીન અને બાંધકામ સહિતના દરો અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે.

કેવી રીતે થશે અમલવારી

રાજયમાં જંત્રીના દરો ગત 04 ફેબ્રુઆરીથી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવ્યો હતો. રાજ્યા સરકારે જેનો અમલ બાદમાં 15 એપ્રિલ 2023 થી કરવાનુ ઠરાવેલ હતુ. આમ જંત્રીના દરો કેવી રીતે અને કેટલા દરથી અમલમાં આવશે એ અંગેની સ્પષ્ટતા સાથેની વિગતો રાજ્ય સરકારે જાહેર કરી છે જે નિચે મુજબ છે.

  • આ દરોમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
  • જયારે Composite rate (જમીન તથા બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે 1.8 ગણા કરવાનું
  • ઓફીસના ભાવ બે ગણાના બદલે 1.5 ગણા કરવાનું
  • દુકાનના ભાવ 2 ગણા યથાવત રાખવાનુ
  • બાંધકામ માટે નકકી થયેલ દરો બે ગણા કરેલ તેના બદલે 1.5 ગણા કરવાનુ ઠરાવ્યુ છે.

પ્રીમિયમના દરમાં ઘટાડો

  • ખેતી થી ખેતીઃ 25% ના બદલે 20%
  • ખેતી થી બિનખેતીઃ 40% ને બદલે 30%

પેઈડ FSI માટે નિર્ણય

  • પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે.
  • જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.
  • જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.

પેઈડ FSI માટે નીચે મુજબના ઝોનમાં નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.

ઝોન  RAH ઝોન  Residential R 1  Residential R 2 TOZ Tall Building
50 ચો.મી 50 થી 66 ચો.મી. 66 થી 90 ચો.મી.
જંત્રીની ટકાવારી 5% 10% 20% 30% 30% 30% 40%

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">