Gujarati Video : ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવાની માગ સાથે હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતર્યા, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ જાગરણ મંચ સહિતના સંગઠનોના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો એકત્ર થઇને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કચેરીનો ઘેરાવ કર્યો હતો. લોકોએ હાથમાં બેનરો અને સુત્રોચ્ચાર સાથે અશાંત ધારો લાગુ કરવાની માગ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 9:52 AM

ભાવનગર શહેરમાં અશાંત ધારાની માગ સાથે ફરી એક વખત હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ જાગરણ મંચ સહિતના સંગઠનોના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો એકત્ર થઇને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કચેરીનો ઘેરાવ કર્યો હતો. લોકોએ હાથમાં બેનરો અને સુત્રોચ્ચાર સાથે અશાંત ધારો લાગુ કરવાની માગ કરી હતી.

છેલ્લા 20 વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માગ

સ્થાનિકોનું કહેવું છે કે ભાવનગરના ગીતા ચોક અને દેવુ બાગ સહિતના અનેક પોશ વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલકતો ભાડે અથવા તો વેચાતી લેવામાં આવી રહી છે. આથી ભાવનગર શહેરમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માગ કરવામા આવી છે. હિન્દુ સંગઠનોના આગેવાનોનું કહેવું છે કે અમે છેલ્લા 20 વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માગ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : ભાવનગર : મનપાએ રૂ.96.27 કરોડનું પુરાંતવાળું બજેટ કર્યું મંજૂર, સત્તાધિશો જૂના પ્રોજેક્ટ પૂર્ણ કરે તેવી લોકમાગ ઉઠી

જો અમરેલી અને મોરબી જેવા નાના સેન્ટરમાં અશાંત ધારો લાગુ હોય તો ભાવનગર જેવા મોટા શહેરમાં કેમ અશાંત ધારો લાગુ નથી કરાતો તેવો સવાલ તેમણે કર્યો હતો. જો અશાંત ધારાની માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોના ઘરનો ઘેરાવ કરવાની સ્થાનિકો દ્વારા ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારવામાં આવશે.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">