Gujarati Video: ભાવનગરના મહુવામાં ગાંધીબાગ રોડ પર બે આખલા બાખડ્યા, 25 મિનિટ રસ્તો રહ્યો બંધ

Bhavnagar: મહુવામાં ગાંધીબાગ રોડ પર બે આખલા બાખડ્યા હતા.જેના કારણે 25 મિનિટ સુધી રસ્તા પર લોકો અવરજવર કરી શક્યા ન હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 11:51 PM

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. શહેરમા આવેલા ગાંધીબાગ રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતુ. બે આખલાઓ બાખડતા રસ્તો 25 મિનિટ સુધી બંધ રહ્યો હતો. દુકાનદારોએ પથ્થર અને લાકડી મારી આખલાને છુટા પાડવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે અવારનવાર આખલાઓ આવી રીતે જાહેર માર્ગો પર અડિંગો જમાવતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

મહુુવાની જનરલ હોસ્પિટલમાં આખલો આટા મારતો હોય તેવો વીડિયો થયો વાયરલ

આ તરફ મહુવાની જનરલ હોસ્પિટલમાં આખલો આંટા મારી રહ્યો હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. જેમા લેબોરેટરી, ઓપીડી, ગાયનેક સહિતના વિભાગો વિભાગોમાં આખલો આંટા મારતો જોવા મળ્યો હતો.

મહુવાની હોસ્પિટલમાં એક નવા જ પ્રકારનું ઇન્સ્પેક્શન જોવા મળ્યું. સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલની મુલાકાત લઈ અને વ્યવસ્થા કેવી છે તેની તપાસ કરતાં હોય છે પરંતુ અહીં તો એક આખલો બિન્દાસ્ત હોસ્પિટલમાં ઘુસી ગયો અને વોર્ડની અને વિભાગની મુલાકાત લેતો નજરે ચડ્યો. જો કે આ અંગે હોસ્પિટલના ડોક્ટર કહી રહ્યા છે કે આ વીડિયો ત્રણ મહિના જૂનો છે.

આ પણ વાંચો: Gujarati Video : ભાવનગરની સર.ટી.હોસ્પિટલને શ્વાન મુક્ત કરવાની કામગીરી હાથ ધરાઈ, Videoમાં કેદ થયા દ્રશ્યો

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">