Gujarati Video : અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગની ઉમદા કામગીરી, દિવ્યાંગને અંત્યોદય રેશનકાર્ડ બનાવી આપી કરી મદદ
Ahmedabad: અમદાવાદના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે દિવ્યાંગ યુવકને અંત્યોદય રેશનકાર્ડ બનાવી આપી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન સુરક્ષા યોજના હેઠળ અનાજ પહોંચાડ્યુ હતુ.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન સુરક્ષા યોજના હેઠળ અમદાવાદના અન્ન નાગરિક પુરવઠા વિભાગે એ દિવ્યાંગ યુવકને રેશન કાર્ડ બનાવી આપી ઉમદા કામગીરી બજાવી છે. અમદાવાદ શહેરના એડિશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પૂરવઠા નિયંત્રક જશવંત જેગોડાના માર્ગદર્શનમાં જમાલપુર ઝોનએ ઘટતી કાર્યવાહી પુરી કરીને દિવ્યાંગ ગોરિયા ચિરાગને સામાન્ય APL-1માંથી તેની દિવ્યાંગતા અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને વિભાગના ધારાધોરણ મુજબ તે પાત્રતા હોવાનો અહેવાલ વડી કચેરીના ધ્યાનમાં લાવી અંત્યોદય રેશન કાર્ડ બનાવી આપ્યુ.
આ પણ વાંચો: Gujarat News Live : ગુજરાતમાં સૌથી વધુ ગરમી નોંધાઈ અમદાવાદમાં, રાજકોટમાં ગરમીનો પારો પહોચ્યો 41.1 ડીગ્રીએ
કપરી સ્થિતિમાં ગુજરાન ચલાવતા યુવકને મળી મદદ
આજે લાલ દરવાજા સ્થિત આ વિભાગની વડી કચેરીમાં મદદનિશ નિયંત્રક અર્પણ કોરડિયાના હસ્તે દિવ્યાંગને અંત્યોદય રેશનકાર્ડ આપવામાં આવ્યુ. કપરી સ્થિતિમાં ઘરનું ગુજરાતન ચલાવતા દિવ્યાંગ યુવકને આ અંત્યોદય રેશકાર્ડ મળતા તેમના ચહેરા પર ખુશીનો ભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. આ વિભાગ દ્વારા દિવ્યાંગજનો, નિરાધાર, વૃદ્ધો, અનાથ બાળકો, રૂપજીવીનીઓ, શેલ્ટર હોમમાં રહેતા જરૂરતમંદોને અન્ન સુરક્ષા હેઠળ આવરી લઈને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તેઓએ અનાજ ઉપલબ્ધ કરાવ્યુ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
