Gujarati Video : રાજકોટમાં ક્રિપ્ટો કરન્સી કૌભાંડ કેસમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવા હાઇકોર્ટનો આદેશ
રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીના કૌભાંડ કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યાં છે.બાલાજી વેફર્સ પરિવારના ભ્રુગેશ વિરાણી અને ભાવેન વિછીં સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.મહત્વનું છે કે રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડી થયાનો આક્ષેપ થયો હતો.કિશન પુજારા નામના ફરિયાદીએ પ્રતિષ્ઠિત બાલાજી વેફર્સ પરિવારના ભ્રુગેશ વિરાણી અને ભાવેન વિછીં સામે ક્રિપ્ટો કોઇન આપીને 15 લાખની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો
રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીના કૌભાંડ કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યાં છે.બાલાજી વેફર્સ પરિવારના ભ્રુગેશ વિરાણી અને ભાવેન વિછીં સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.મહત્વનું છે કે રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડી થયાનો આક્ષેપ થયો હતો.કિશન પુજારા નામના ફરિયાદીએ પ્રતિષ્ઠિત બાલાજી વેફર્સ પરિવારના ભ્રુગેશ વિરાણી અને ભાવેન વિછીં સામે ક્રિપ્ટો કોઇન આપીને 15 લાખની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો.આ શખ્સોએ એક વર્ષમાં ક્રિપ્ટો કોઇનના ભાવ ઉંચા જવાથી વળતર મળશે તેવો દાવો કર્યો હતો.પરંતુ કોઇન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા માન્ય ન હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
કૌંભાડ અંદાજિત 500 કરોડનું
જો કે સાઇબર ક્રાઇમે આ અંગે ફરિયાદ ન નોંધતા કિશન પુજારાએ હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે સાયબર ક્રાઇમ પોલીસને આ કેસની ફેર તપાસ કરવા આદેશ કર્યો છે. તો બીજી તરફ અરજદારના વકીલે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યાં અને કહ્યું કે સાઇબર ક્રાઇમ અને ક્રાઈમ બ્રાન્ચ કોર્ટનો નિર્દેશ હોવા છતાં ફરિયાદ નોંધતી નથી.આ કૌંભાડ અંદાજિત 500 કરોડનું છે સાથે જ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો કોર્ટના આદેશના અનાદર બદલ ફરી હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.
આ પણ વાંચો : Gujarati Video : ભાવનગરની સુમિટોમો કંપનીમાં બ્લાસ્ટ, બે કામદાર ઇજાગ્રસ્ત