Gujarat Budget 2023-24 : જાણો .. ગુજરાત સરકારના 3.01 લાખ કરોડના બજેટમાં કયા વર્ગને શું મળ્યું, કેવો છે વિકાસનો રોડમેપ

ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2023-24 માટે 3.01 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ નવી સરકારનું પ્રથમ બજેટ હતું . આ બજેટમાં સરકારે અને વિકાસલક્ષી અને સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત આપતી અનેક જાહેરાતો કરી હતી. બજેટમાં રજૂ થતા નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતીમાં છેલ્લાં બે દાયકામા સતત વિકાસ થતો રહ્યો છે.

Gujarat Budget 2023-24 : જાણો .. ગુજરાત સરકારના 3.01 લાખ કરોડના બજેટમાં કયા વર્ગને શું મળ્યું, કેવો છે વિકાસનો રોડમેપ
Gujarat Budget 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 7:50 PM

ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2023-24 માટે 3.01 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ નવી સરકારનું પ્રથમ બજેટ હતું . આ બજેટમાં સરકારે અને વિકાસલક્ષી અને સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત આપતી અનેક જાહેરાતો કરી હતી. બજેટમાં રજૂ થતા નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતીમાં છેલ્લાં બે દાયકામા સતત વિકાસ થતો રહ્યો છે. જેમાં સરકાર દ્વારા મૂડી ખર્ચ 72 હજાર 509 કરોડ થયો છે. આ બજેટની ખાસ વાત છે કે સરકારે વર્તમાન કરમાળખામાં કોઈ પણ વધારો કર્યો નથી. ત્યારે આવો જાણીએ કે ગુજરાત સરકારના આ બજેટમાં આમ જનતા માટે શું-શું જાહેરાત કરવામાં આવી છે.

1. કોઇ નવો કર લાદવામાં આવ્યો નથી

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નાણાકીય વર્ષમાં સામાન્ય જનતા પર કોઈ નવો ટેક્સ કરવેરો લાદવામાં આવ્યો નથી.

2. વિકાસ કામો માટે મોટી જાહેરાતો

ગુજરાત સરકારે રાજ્યમાં પાંચ હાઈસ્પીડ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દ્વારકામાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે. એરસ્ટ્રીપ – એરપોર્ટ અને એર કનેક્ટિવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવે હવે સિક્સ લેન બનશે. ભુજ-ખાવડા ધર્મશાળા રોડ ટુ-વે કરવામાં આવશે. સાબરમતી નદી પર બેરેજ બનાવવા માટે સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

3. ઈકો-ટૂરિઝમ હેઠળ પ્રવાસન સ્થળો માટે રૂ. 640 કરોડની જોગવાઈ

ધાર્મિક, હેરિટેજ, એડવેન્ચર અને ઈકો-ટૂરિઝમ હેઠળ પ્રવાસન સ્થળો માટે રૂ. 640 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત પ્રવાસન સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસનના વિકાસને વેગ આપવા માટે રૂ. 277 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે 222 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી અને ગીર સોમનાથમાં ડો.આંબેડકર ભવન બનાવવામાં આવશે.

4.  ગરીબો માટે પણ આ જાહેરાત કરવામાં આવી

ગુજરાત સરકારે પણ ગરીબો માટે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં મજૂર વર્ગને હવે સરકાર દ્વારા પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે. બજેટમાં જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે ગુજરાતમાં મજૂરોને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં 150 નવા કેન્દ્રો ખોલવામાં આવશે. આ ઉપરાંત સાતફેરા સામુદાયિક લગ્ન સહાય યોજના માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

5.  વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પણ જોગવાઇ

ગુજરાત સરકારે બજેટમાં ધોરણ 1 થી 10 સુધીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે રૂ. 376 કરોડની જોગવાઈ કરી છે. વિવિધ જિલ્લાઓમાં બાળ ગૃહ નિર્માણ માટે 8 કરોડ રૂપિયાની જોગવાઈ. ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા ઓનલાઈન લાઈબ્રેરી શરૂ કરવામાં આવશે. સૈનિક શાળાની જેમ 10 રક્ષાશક્તિ શાળાઓ શરૂ કરવામાં આવશે. ડાંગ અને અરવલ્લીમાં નવી મેડિકલ કોલેજ શરૂ થશે. તમામ જિલ્લાઓમાં વિજ્ઞાન કેન્દ્રો શરૂ કરવામાં આવશે. 10,000 વિદ્યાર્થીઓ માટે ઈ-વ્હીકલ ખરીદવા માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

6. SC-ST, દિવ્યાંગ વર્ગ માટે આ જોગવાઈ

અનુસૂચિત જાતિઓ માટે ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સંકટ મોચન યોજના હેઠળ પરિવારના સભ્યના મૃત્યુ પર પરિવારને સહાય માટે 20 કરોડ રૂપિયા અને પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક સહાય આપવા માટે 73 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના, સંત સુરદાસ વિકલાંગ પેન્શન યોજના માટે રૂ. 58 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકલાંગોને સુવિધા સહાય, એસટી બસમાં મફત મુસાફરી માટે રૂ.52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

6. ખેડૂતો માટે કરવામાં આવી આ જાહેરાત

ખેડૂતોને વીજળી કનેક્શન અને સબસિડીવાળી વીજળી આપવા માટે બજેટમાં આઠ હજાર 278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતના વર્ષ 2023-24 ના બજેટમાં મહત્વની જાહેરાત

  • ગીરમાં વધુ બે લાયન સફારી શરૂ કરવામાં આવશે.
  • SRPની મહિલા બટાલિયન તૈયાર કરવામાં આવશે.
  • ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8 હજાર 738 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • વન-પર્યાવરણ વિભાગ માટે રૂ. 2,063 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 8 હજાર 589 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ માટે 2,193 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • જળ સંસાધન વિભાગ માટે 9,705 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20 હજાર 642 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">