Gujarati Video : ભાવનગરની સુમિટોમો કંપનીમાં બ્લાસ્ટ, બે કામદાર ઇજાગ્રસ્ત

ભાવનગરના રૂવાપરી માતાના મંદિર વિસ્તાર નજીક આવેલી સુમિટોમો કંપનીમાં બપોરના 2:29 કલાકે અચાનક કંપનીના એમ.પી.પી પ્લાન્ટની અંદર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બ્લાસ્ટ થતાની સાથે જ તાત્કાલિક કંપનીના ફાયર બ્રિગેડ યુનિટ અને ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી

Ajit Gadhavi
| Edited By: | Updated on: Feb 24, 2023 | 5:58 PM

ભાવનગરના રૂવાપરી માતાના મંદિર વિસ્તાર નજીક આવેલી સુમિટોમો કંપનીમાં બપોરના 2:29 કલાકે અચાનક કંપનીના એમ.પી.પી પ્લાન્ટની અંદર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બ્લાસ્ટ થતાની સાથે જ તાત્કાલિક કંપનીના ફાયર બ્રિગેડ યુનિટ અને ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.બ્લાસ્ટ થયો ત્યારે પ્લાન્ટમાં કુલ 7 કામદાર કામ કરી રહ્યા હતા.એક કામદાર 25 ટકા તો અન્ય કામદાર 5 ટકા દાઝ્યો છે.જ્યારે બાકીના કામદારોને ભાગદોડમાં નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

આ બનાવની જાણ થતાની સાથે જ ભાવનગર મનપાના કમિશનર એન.વી.ઉપાધ્યાય ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે.હાલ તો ફાયર બ્રિગેડની ટીમે કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો છે.

મળતી માહિતી અનુસાર જ્યારે બ્લાસ્ટ થયો હતો ત્યારે આ પ્લાન્ટ ની અંદર કુલ સાત લોકો કામ કરી રહ્યા હતા જેમાંથી એક વ્યક્તિ 25 ટકા દાઝી જવા પામેલ અને એક વ્યક્તિ પાંચ ટકા દાજી જવા પામેલ, બાકીના જે કર્મીઓ હતા તે ભાગવા જતા નાની મોટી ઈજાઓ થઈ હતી, તમામ ઇજાગ્રસ્તો ને તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં હાલમાં ત્રણથી વધારે લોકોને રજા પણ આપી દેવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી.ઉપાધ્યાય પણ ઘટનાની જાણ થતા તુરંત બ્લાસ્ટ થયેલ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, tv9 સાથેની વાતચીતમાં કમિશનરે જણાવેલ કે હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને ઇજાગ્રસ્તો છે તેના સ્વાસ્થ્યને લઈને પણ કોઈ ચિંતા ની બાબત નથી, બ્લાસ્ટ જ્યારે થયો ત્યારે આજુબાજુના વિસ્તારના રહેણાંક  વિસ્તારની કાયદેસર મકાનો અને ધરા ધ્રુજી હતી જેને લઈને લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા.

જેમાં દૂર દૂર સુધી બ્લાસ્ટને લઈને થયેલા આગના કારણે ધુવાડા ને લઈને લોકો બહુ જ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડ સ્ટાફ, પોલીસ કાસલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, હાલ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">