નવસારી : પાલિકા દ્વારા કચરામાંથી ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ સોંપાયું, પરંતુ કામ હજુ શરૂ થઇ શક્યું નથી
સૂકો - ભીનો કચરો (Waste) અલગ કરીને ખાતર બનાવવાની વાત પાલિકા (Municipality) કરી રહી હતી. પરંતુ તેમની વાતો પણ ખાતરમાં જ હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે.
નવસારી (Navasari) શહેરમાંથી નીકળતા ભીના કચરામાંથી (Waste) પાલિકા (Municipality) ઓર્ગેનિક ખાતર (Organic Compost)બનાવવાની કામગીરી કરવાની વાતો કરી રહી છે. પરંતુ ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ પણ સોંપવામાં આવ્યું છે. પરંતુ ખાતર બનાવવાનું કામ હજુ શરૂ થઇ શક્યું નથી. કામોની શરૂઆત કરી અડધું મૂકવું એ પહેલેથી પાલિકાની ફિતરત ધરાવતું પાલિકા દ્વારા પાંચ વર્ષ પહેલા 40 લાખ રૂપિયા જેટલો મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ વિચારધારા યોગ્ય કામગીરી કરવામાં આવી નહોતી.
નવસારી જિલ્લામાં હાલ પણ બે વર્ષથી કચરામાંથી ખાતર બનાવવાનો કોન્ટ્રાક્ટ (Contract)આપવામાં આવ્યો છે. પહેલા નવસારીનો કચરો વિજલપોર (Vijalpor)ખાતે ઠાલવવામાં આવતો હતો. પરંતુ કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્રોજેક્ટના નામે આ જગ્યા અન્ય સ્થળે ખસેડવામાં આવી. પરંતુ યોગ્ય કામગીરી થઇ શકી નથી અને પાલિકા ઓર્ગેનિક ખાતર બનાવી શકી નથી. સોલીડ વેસ્ટના નિકાલની કામગીરીમાં પાલિકા પાછળ પડી છે. પાલિકાનું કચરા નિકાલનું કામ પણ કચરા જેવુ હોવાનું શહેરી જનોએ જણાવ્યું છે. જેને પગલે પાલિકા ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
સૂકો – ભીનો કચરો અલગ કરીને ખાતર બનાવવાની વાત પાલિકા કરી રહી હતી. પરંતુ તેમની વાતો પણ ખાતરમાં જ હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. પાલિકાના શાસકો હજી પણ બે વર્ષ થયા છતાં પ્લાન ઇન્સ્ટોલ જ કરી રહ્યા હોવાની વાતો કરી રહી છે. પાલિકા પાસે રહેલો બે લાખ મેટ્રિક ટનથી વધુ કચરો હતો જેનો નિકાલ કરી દેવાયો છે. પરંતુ હજી ઇન્સ્ટોલ થઈ રહેલ પ્લાન કેટલા સમયમાં પૂર્ણ થાય તે હવે જોવું રહ્યું.
તમામ વાતોમાં ખો આપતી પાલિકા કચરા જેવી નજીવી વાતના નિકાલમાં પણ લોકોને ખો આપી પોતાને મળતી આવકમાંથી પણ હાથ ધોઈ બેઠી છે. જો પાલિકા આ કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી રેગ્યુલર કરે તો ખેડૂતોને પણ આમાંથી મોટી સહાયતા થઈ શકે.