Gujarati Video : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં મોરપુરા, ડાંગીવાડા, ભીલાપુર,જનતાનગર, નવી નગરી, અંબિકા સોસાયટી પાસે પાણી ભરાયા છે. તેમજ વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Vadodara: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં મોરપુરા, ડાંગીવાડા, ભીલાપુર,જનતાનગર, નવી નગરી, અંબિકા સોસાયટી પાસે પાણી ભરાયા છે. તેમજ વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત સહિત દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરમાં ભારે ભેજનો ફ્લો આવશે. તેનો સીધો મારો પશ્ચિમ તરફ થશે અને દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તેની અસર રહેશે.
આ પણ વાંચો : Ahmedabad Crime: લારી ચાલુ કરવાની ઈર્ષામાં સંબંધી એજ સંબંધી યુવકની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી ઉતર બંગાળની ખાડી સુધી એક ટ્રફ પણ રચાશે. જેના કારણે દેશના મધ્ય ભાગમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં 17 થી 20 જુલાઈ દરમિયાન ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, નડીયાદ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા રહેશે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
