Gujarati Video : સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ન ફૂટે તે માટે રાજ્ય સરકારની કવાયત, પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની વિચારણા

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ન ફૂટે તે માટે રાજ્ય સરકારે કવાયત શરૂ કરી છે . જેમાં નવા કાયદા બાદ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લાવવાની વિચારણા કરવામાં આવી છે. તેમજ દર વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષા લેવા વિચારણા કરવામાં આવી છે. જ્યારે પણ ભરતી માટે જગ્યા ખાલી થાય ત્યારે પાસ થયેલા ઉમેદવારોની અન્ય પરીક્ષા લેવા વિચારણા કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:48 PM

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ન ફૂટે તે માટે રાજ્ય સરકારે કવાયત શરૂ કરી છે . જેમાં નવા કાયદા બાદ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લાવવાની વિચારણા કરવામાં આવી છે. તેમજ દર વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષા લેવા વિચારણા કરવામાં આવી છે. જ્યારે પણ ભરતી માટે જગ્યા ખાલી થાય ત્યારે પાસ થયેલા ઉમેદવારોની અન્ય પરીક્ષા લેવા વિચારણા કરવામાં આવી છે. આ માટે CM સમક્ષ આ અંગે એક પ્રેઝન્ટેશન થઈ ચૂક્યું છે. તેમજ આગામી દિવસોમાં સરકાર નિર્ણય લેશે.

વિધાનસભામાં જાહેર પરીક્ષા બિલ 2023 સર્વસંમતિથી પાસ

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતમાં સરકારી ભરતીનું કોઇ પેપર ફોડવાની હિંમત કરી તો ખેર નહીં.જો પેપર ફોડવાની હિંમત કરી તો થશે 10 વર્ષની સખત સજા અને એક કરોડ રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો છે. જેમાં વિધાનસભામાં જાહેર પરીક્ષા બિલ 2023 સર્વસંમતિથી પાસ થઇ ગયું છે.વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું છે..જેથી હવે કોઈ પેપર ફોડવાની હિંમત કરશે 10 વર્ષની કડક સજા અને એક કરોડનો દંડ ભરવો પડશે.ગૃહમાં બિલ રજૂ થયા બાદ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે હવે કોઈ વિદ્યાર્થી શોર્ટકર્ટ પકડશે તો આજીવન પરીક્ષા નહીં આપી શકે.

નવા કાયદામાં શોર્ટકર્ટ અપનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી થશે.સરકારી પરીક્ષાર્થીની ચોરી ભૂલ નહીં પરંતુ ગુનો ગણાશે સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું કે હવે રાજ્યમાં આ કાયદો બન્યા બાદ સરકારી પરીક્ષા વધારે પારદર્શિતા સાથે અમલી બનશે. હવેની તમામ પરીક્ષાઓ કાયદો અમલી બન્યા બાદ જ લેવાશે.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતમાં તાપી, અમરેલી, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જગતનો તાત મુશ્કેલીમાં

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">