Gujarati Video: રાજ્યમાં ફરી સી-પ્લેન સર્વિસ શરૂ કરવા સરકારે તૈયારી દર્શાવી, જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Mar 10, 2023 | 11:52 PM

ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે હવાઈ સેવા પાછળ 36 કરોડનો ખર્ચ કર્યો છે. તેમજ રાજ્ય સરકાર હસ્તકના એરોપ્લેન અને હેલીકોપ્ટરની વિગતો પણ ગૃહમાં સામે આવી હતી. જેમાં જણાવાયું હતું કે રાજ્ય સરકાર હસ્તક બે એરોપ્લેન અને એક હેલિકોપ્ટર છે.

હાલમાં રાજ્યમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં પુનઃ સી-પ્લેન સર્વિસ શરૂ કરવા સરકારે તૈયારી દર્શાવી છે. વિધાનસભા ગૃહમાં નાગરિક ઉડ્ડયન પ્રધાને સી-પ્લેન અંગે જવાબ આપ્યો હતો અને કહ્યું કે, ટુંક સમયમાં નિયમાનુસાર કાર્યવાહી કર્યા બાદ ફરી સી-પ્લેન શરૂ કરાશે.

અમદાવાદથી કેવડીયા રૂટ પર અગાઉ જે સી-પ્લેન કાર્યરત હતું તેને ફરી શરૂ કરાશે. મહત્વનું છે કે સી-પ્લેનમાં ખરાબી આવવાથી તેને મેન્ટેનન્સ માટે મોકલાયું હતું, જે આજ દિન સુધી પરત ફર્યું નથી, પરંતુ ગૃહમાં સરકારે ફરી સી-પ્લેન શરૂ કરવાના સંકેત આપ્યા બાદ લોકોમાં પણ થોડી આશા જીવંત થઈ છે.

ઉપરાંત ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે હવાઈ સેવા પાછળ 36 કરોડનો ખર્ચ કર્યો છે. તેમજ રાજ્ય સરકાર હસ્તકના એરોપ્લેન અને હેલીકોપ્ટરની વિગતો પણ ગૃહમાં સામે આવી હતી જેમાં જણાવાયું હતું કે રાજ્ય સરકાર હસ્તક બે એરોપ્લેન અને એક હેલિકોપ્ટર છે . જેમાં છેલ્લા બે વર્ષમાં એરોપ્લેનનો 125 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે અને હેલિકોપ્ટરનો 178 અને જેટ એરોપ્લેનનો 183 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

છેલ્લા બે વર્ષમાં પ્લેનનો 8,04,15,940 નો ખર્ચ કરવામાં આવ્યો (8 કરોડ 4 લાખ ખર્ચ) તેમજ હેલિકોપ્ટર માટે છેલા બે વર્ષમાં 7,09,11,055 નો ખર્ચ કરાયો (7 કરોડ 9 લાખ) છે. જ્યારે જેટ એરોપ્લેન માટે છેલા બે વર્ષમાં 20,87,46,635 નો ખર્ચ કરાયો (20 કરોડ 87 લાખ) છે. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન અંગે સરકારે આ જવાબ આપ્યો હતો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati