Gujarati Video: 20 વર્ષમાં પ્રથમવાર ભરચોમાસે મહીસાગરનો કડાણા ડેમ ખાલીખમ, હાલ માત્ર 35 ટકા પાણી
Mahisagar: ભરચોમાસે મહીસાગરનો કડાણા ડેમ ખાલીખમ ભાસી રહ્યો છે. 20 વર્ષ બાદ પ્રથમવાર એવુ બન્યુ કે કડાણા ડેમ ખાલી રહ્યો હોય. ડેમની રૂલ લેવલ સપાટી હાલ 384.9 ફુટ છે. ગત વર્ષે શ્રાવણ માસમાં ડેમનુ રૂલ લેવલ 416 ફુટ હતુ. ડેમમાં હાલ 4275 ક્યુસેક પાણીની આવક છે.
Mahisagar: મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમ ભર ચોમાસે ખાલીખમ પડ્યો છે. 8 જિલ્લાને પીવાના સહિત સિંચાઇનું પાણી પુરૂ પાડતા કડાણા ડેમમાં હાલ માત્ર 35 ટકા પાણી જ બચ્યું છે. ઓછા વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની નહીંવત આવક નોંધાઇ છે. ડેમનું રૂલ લેવલ 384.9 ફૂટની સપાટીએ પહોંચ્યું છે. જેના પગલે સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે શ્રાવણ માસમાં કડાણા ડેમનું રૂલ લેવલ 416 ફૂટ હતું. એટલે કે હાલની સરખામણીએ ડેમમાં 32 ફૂટ વધુ પાણી હતું. ત્યારે પાણી ઘટતા તંત્રની ચિંતા વધી છે અને એક પ્રકારે જળસંકટના વાદળો પંચમહાલ જિલ્લાના માથે ઘેરાયા છે.
મહીસાગરના તમામ તાલુકાઓમાં મેઘમહેર
આ તરફ સમગ્ર મધ્ય ગુજરાતમા વરસાદી વાતાવરણ છે. ત્યારે મહીસાગરના પણ લગભગ તમામ તાલુકાઓમાં મેઘ મહેર થઇ છે. લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, કડાણા, બાલાસિનોર, વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. લુણાવાડા શહેરમા તો ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. લુણાવાડા શહેરના રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે તો નીચાણવાળા વિસ્તારોમાં તો ઘૂંટણસમા પાણી ભરાયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી અને જે બાદ સમગ્ર લુણાવાડા પાણી પાણી થઇ ગયું.
મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો