Gujarati Video: જોડિયા પાસે પોલીસ અને આરોપીઓ વચ્ચે સર્જાયા ફિલ્મી દૃશ્યો, નાકાબંધી વચ્ચે પોલીસકર્મી પર કાર ચડાવી દેવાનો કર્યો પ્રયાસ
Jamnagar: જોડિયા તાલુકા નજીક અપહરણના આરોપીઓ અને પોલીસ વચ્ચે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. જેમાં નાકાબંધીમાં રહેલા પોલીસ સ્ટાફ પર આરોપીઓએ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
જામનગરના જોડિયા નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે ઘર્ષણના ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. જેમાં અપહરણની ઘટનાને કારણે આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. જોડિયા PSIએ કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. ત્યારબાદ આરોપીઓ કાર પરત આમરણ તરફ હંકારી નાસી છૂટ્યા હતા. કારના આધારે પોલીસે બંને હુમલાખોર આરોપીઓની ધરપકડ કરી છે.
મોરબીના સલીમ અને રફીક કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી કારમાં ફરાર થયા હતા. જામનગર પોલીસે આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરી હતી. જ્યાં ચેકપોસ્ટ પાસે પૂરઝડપે નીકળતી કારના CCTV સામે આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મોરબીથી એક યુવકનું અપહરણ કરી શખ્સો જામનગર તરફ ભાગ્યા હોવાની જામનગર પોલીસને જાણ કરાઈ હતી. આથી જામનગર LCBએ જોડિયા પોલીસને વોચ રાખવા અને નાકાબંધી કરવાની સૂચના આપી હતી. જેના પગલે જોડિયા PSI આર.ડી.ગોહિલ સહિતનો સ્ટાફ એલર્ટ થયો હતો.
પોલીસે જોડિયા ચેકપોસ્ટ પાસે નાકાબંધીની આપી હતી સૂચના
PSI ગોહિલે તાત્કાલિક ત્રણ ટીમ બનાવી ત્રણેય ટીમને નાકાબંધી કરવાની સૂચના આપી હતી. આ દરમિયાન આરોપીઓની સ્કોર્પિયો મોરબી તરફથી આવી હતી. પોલીસની નાકાબંધી જોઈને સ્ક્રોપિયો કાર ચાલકે પૂરઝડપે પોતાની કાર ચલાવી પીએસઆઇ આર. ડી ગોહિલ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો તો પરંતુ તેઓ હટી જતા તેમનો બચાવ થયો હતો.
આ પણ વાંચો: Gir somnath: ડો. અતુલ ચગ આપઘાત કેસમાં તટસ્થ તપાસની માગ, જામનગરમાં લોહાણા સમાજે યોજી મૌન રેલી
પોલીસે આરોપીઓનો પીછો કરી એક કલાકની જહેમત બાદ આરોપીઓની ધરપકડ કરી
ત્યારબાદ પોલીસે તેની સર્વિસ રિવોલ્વર વડે ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. છતા આરોપીઓ નાસવામાં સફળ રહ્યા હતા. જેને લઈને PSI ગોહિલ સહિતના સ્ટાફે સરકારી વાહન સાથે આરોપીઓનો પીછો કર્યો હતો અને એક કલાકની જહેમત બાદ આરોપીઓ ઝડપાયા હતા.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
