Gujarati Video : જામનગર દૂધ ઉત્પાદન સહકારી સંઘે 1 મહિનામા ત્રીજી વાર કિલો ફેટ દીઠ ભાવમા વધારો કર્યો, Video માં છલકી પશુપાલકોની ખુશી

Gujarati Video : જામનગર દૂધ ઉત્પાદન સહકારી સંઘે 1 મહિનામા ત્રીજી વાર કિલો ફેટ દીઠ ભાવમા વધારો કર્યો, Video માં છલકી પશુપાલકોની ખુશી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 12:13 PM

સહકારી સંઘના ચેરમેન દ્વારા દૂધનો ભાવ કિલો ફેટ દીઠ 10 રૂપિયા વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.

જામનગર જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ દ્વારા એક જ મહિનામાં ત્રીજી વખત ભાવ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સહકારી સંઘના ચેરમેન દ્વારા દૂધનો ભાવ કિલો ફેટ દીઠ 10 રૂપિયા વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. આ નવો ભાવ આવતીકાલતી જ લાગુ કરવામાં આવશે. પશુપાલકોને અગાઉ કિલો ફેટ દીઠ 790 રૂપિયા મળતા હતા. જો કે હવે પશુ પાલકોને કિલો ફેટ પર 800 રૂપિયા મળશે.

આ પણ વાંચો : Gir somnath: ડો. અતુલ ચગ આપઘાત કેસમાં તટસ્થ તપાસની માગ, જામનગરમાં લોહાણા સમાજે યોજી મૌન રેલી

આ અગાઉ પણ જામનગર જિલ્લાના દૂધ ઉત્પાદન સહકારી સંઘના ચેરમેન કાન્તિલાલ ગઢિયા દ્વારા દૂધનો કિલો ફેટે 10નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દૂધમાં પ્રતિ કિલો ફેટના ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તેનાથી પશુપાલકોને ફાયદો થયો હતો. અગાઉ કિલો ફેટ દીઠ 780 હતા અને હવે વધારીને કિલો ફેટ દીઠનો ભાવ વધીને 790 કરવામાં આવ્યા હતા.

પશુપાલકને કિલો ફેટે 10નો વધારો મળશે

થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા 7.55 રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યો હતો. જ્યારે જામનગર દૂધ સંઘ દ્વારા 790 કિલો ફેટના આ ભાવ વધારાથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

Published on: Feb 16, 2023 12:06 PM
g clip-path="url(#clip0_868_265)">