Gujarati Video : રાજકોટમાં સરકારી અનાજના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને 4 ફાયર ફાયટરોએ કાબુમાં લીધી, જુઓ Video

મળતી માહિતી અનુસાર ગોડાઉનમાં શોટ સર્કિટ દ્વારા આગ લાગી હોય તેવુ માનવામા આવે છે. તેમજ ત્યાં ગોડાઉનમાં રહેલા ગેસના બાટલામાં બ્લાસ્ટ થયા હતાં.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 12:31 PM

રાજકોટ રેલવે સ્ટેશન સામે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગોડાઉનમાં શોટ સર્કિટ દ્વારા આગ લાગી હોય તેવુ માનવામા આવે છે. તેમજ ત્યાં ગોડાઉનમાં રહેલા ગેસના બાટલામાં બ્લાસ્ટ થયા હતાં. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :Rajkot : રાજકોટમાં વહીવટી તંત્રની દબાણ દૂર કરવાની નોટિસને પગલે રહીશોનો વિરોધ

રાજ્યમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

શાહપુર વિસ્તારમાં આવેલી ન્યુ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગતા પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત થયુ હતું. માહિતી મુજબ પરિવાર જ્યારે ભર ઊંઘમાં સૂતો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ થતા જ ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ત્યાં સુધીમાં તો આગમાં પરિવાર ખાખ થઈ ગયો હતો.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરી હતી. આ અગાઉ પણ નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ દુર્ઘટનામાં પતિ પત્નીના મોત થયા હતા. પતિ પત્નીના મૃતદેહ હોસ્પિટલના પ્રથમ માળેથી મળી આવ્યા હતા.

વડોદરામાં દશરથ વિસ્તારમાં એક વિચિત્ર દુર્ઘટના સામે આવી હતી. જેમાં પતિ-પત્નીનું મોત થયું હતું. ઘરમાં તાપણાથી થયેલા ધુમાડાના કારણે ગૂંગળામણથી દંપતીનું મોત થયું હતું. જ્યાં 49 વર્ષીય વિનોદ સોલંકી અને 47 વર્ષીય ઉષા સોલંકીએ ઠંડીથી બચવા રાત્રે પોતાના રૂમમાં તાપણું કર્યું હતું. અને થોડીવાર બાદ સૂઈ ગયા હતા. રાત્રિ દરમિયાન ધુમાડો આખા રૂમમાં ફેલાઈ ગયો હતો અને ગૂંગળામણથી દંપતી મોતને ભેટ્યા હતાં.

g clip-path="url(#clip0_868_265)">