AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video : ધોરાજી માર્કેટ યાર્ડમાં શેડ ન હોવાથી મોંઘી ઉપજ પલળી ગઈ, ખેડૂતો માટે પડયા પર પાટું જેવી સ્થિતિ

Gujarati video : ધોરાજી માર્કેટ યાર્ડમાં શેડ ન હોવાથી મોંઘી ઉપજ પલળી ગઈ, ખેડૂતો માટે પડયા પર પાટું જેવી સ્થિતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 8:37 AM
Share

રાજ્યમાં હવામાનમાં આવેલા પલટાને પગલે ખેડૂતો બેહાલ થયા છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી કમોસમી વરસાદની સ્થિતિ છે. ખેડૂતો માટે કમોસમી વરસાદ કહેર બનીને આવ્યો છે. રાજકોટમાં ધોરાજી, જેતપુર તથા ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડમાં રહેલી વિવિધ પાકની જણસી પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

રાજયમાં માવઠાએ કહેર વરતાવ્યો છે અને ઠેર ઠેર ઊભો પાક પલળી ગયો છે. રાજયમાં જુદા -જુદા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલાી જણસી પલળી ગઈ છે. આવું જ કઇક રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયું છે. ધોરાજીમાં માર્કેટયાર્ડમાં ખેડૂતોની ઉપજ પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે યાર્ડમાં ઘઉંના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.   જણસી પલળી જવાને કારણે ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે અથાગ પરિશ્રમ કરીને  ઉગાડેલો  પાક  માવઠામાં ધોવાયો છે અને જે પાક વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લાવવામાં આવ્યો હતો તે પણ પલળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે.

માવઠાની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી. છતા પણ કેટલાક કેટલાક માર્કેટિંગ યાર્ડના તંત્ર દ્વારા બેદરકારી દાખવાવમાં આવી હતી, જેનો ભોગ ખેડૂતો બન્યા છે. વરસાદ બાદ ખેડૂતો દ્વારા ઘઉંને તાત્કાલિક સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. તેમજ બીજી તરફ ધોરાજી યાર્ડમાં જણસી રાખવા માટે શેડમાં જગ્યા ન હોવાથી ખેડૂતો તેમની જણસી ખુલ્લામાં રાખવા મજબૂર બન્યા છે જેના કારણે ખેડૂતોની કેટલીક જણસી ખુલ્લા ગ્રાઉન્ડમાં છે તો અમુક જણસી પ્લાસ્ટિકના કોથળામાં મૂકવામાં આવી છે.

બે દિવસ પહેલા જેતપુરમાં પણ જણલી પલળી ગઈ

રાજ્યમાં હવામાનમાં આવેલા પલટાને પગલે ખેડૂતો બેહાલ થયા છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી કમોસમી વરસાદની સ્થિતિ છે. ખેડૂતો માટે કમોસમી વરસાદ કહેર બનીને આવ્યો છે. જેતપુરમાં માર્કેટિંગ યાર્ડમાં રહેલી વિવિધ પાકની જણસી પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેતપુરના માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ધાણા, મરચા, જેવા પાક ખુલ્લામાં રાખવાને લીધે પલળી ગયા હતા. તેમજ મરચાંની બોરીઓને પણ ભારે નુકસાન થયું હતું. હવામાન વિભાગની આગાહી હોવા છતાં માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં મરચાનો પાક ઉતારવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું થયું. જેણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેતરમાં પાક લણવાની તૈયારી જ હતી. તો ક્યાંક ખેતરોમાં કાપીને પાક તૈયાર હતો. પરંતુ આ તમામ મહેનત ધોવાઈ ગઈ છે. ઘઉં, મકાઈ, જુવાર અને શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. તો એરંડા, તુવેર, કપાસ, અજમો, ઇસબગુલ અને જીરૂ સહિતના પાકને માઠી અસર થઈ છે. ખેડૂતોની હાલત એટલી કફોડી છે કે ખાવા જેટલા પણ ઘઉં બચ્યા નથી.

g clip-path="url(#clip0_868_265)">