Gujarati Video: સુરતના ગણેશ ઉત્સવમાં ઢોલવાદક મંડળી બનશે આકર્ષણનું કેન્દ્ર, ઉચ્ચ ડિગ્રી ધરાવનારા યુવક-યુવતીઓ વગાડશે ઢોલ

Surat: આ વર્ષે સુરતના ગણેશ ઉત્સવમાં ઢોલવાદક મંડળી આકર્ષણનું કેન્દ્ર બનશે. નાસિક બાદ હવે સુરતમાં પણ ઢોલમંડળી આકર્ષણ જમાવશે. આ મંડળીમાં ભાગ લેનારા યુવક-યુવતીઓએ ત્રણ મહિના અગાઉથી જ પ્રેકટિસ શરૂ કરી દીધી હતી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 11:51 PM

Surat: ગણેશ ઉત્સવમાં નાસિક બાદ હવે શિક્ષિત ઢોલ વાદક મંડળી આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરતના ગણેશોત્સવમાં એન્જિનિયર, વકીલ, શિક્ષકો સહિત યુવક અને યુવતીઓ પરંપરાગત ઢોલ વગાડશે. 14 કિલોનો ઢોલ ગળામાં ટિંગાડીને ઢોલ વગાડશે. 3 મહિના પહેલાથી યુવક અને યુવતીઓ ખાસ ઢોલ વગાડવાની પ્રેક્ટિસ કરે છે. આ ગ્રુપમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે.

ગ્રુપના મહિલા સભ્યએ કહ્યું. જ્યારથી ગ્રુપની સ્થાપના થઈ છે. ત્યારથી હું જોડાયેલી છું. ગણપતિ ઉત્સવના ત્રણથી ચાર મહિના પહેલા પ્રેક્ટિસની શરૂઆત કરી છે. શનિવારે અમે ઢોલનું મેન્ટેનન્સ અને રવિવારે પ્રેક્ટિસ કરીએ છીએ. કલેશ્વરનાથ ઢોલ ગ્રુપના આયોજકે કહ્યું, ગ્રુપમાં 20થી 25 જેટલી યુવતીઓ છે. આ ગ્રુપમાં ઉચ્ચ શિક્ષણ ડિગ્રી ધરાવનાર યુવક અને યુવતીઓ છે. અમારી સંસ્થા રજીસ્ટર છે અને કોઈપણ સભ્ય પાસેથી ફી લેવામાં આવતી નથી.

આ પણ વાંચો: Ahmedabad : પોલીસકર્મીઓના તોડકાંડ મામલે હાઈકોર્ટમાં કાર્યવાહી, પોલીસ કર્મચારીઓએ તોડ કર્યો હોવાનું સરકારે સ્વીકાર્યું, જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">