Gujarati video : રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં કોંગ્રેસ નેતા આપશે સેવા, હેમાંગ વસાવડા મેડિકલ કેમ્પ લગાવશે
1 અને 2 જૂને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવશે. મુંબઈના કારીગરોએ રાજસ્થાની મહેલ થીમ પર ખાસ સ્ટેજ તૈયાર કર્યું છે.
રાજકોટમાં (Rajkot) આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) દરબારમાં કોંગ્રેસ નેતા મેડિકલ કેમ્પ દ્વારા સેવા આપશે. એક તરફ પ્રદેશ કોંગ્રેસના કેટલાંક નેતાઓ બાબાને ઢોંગી ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના જ કેટલાંક નેતાઓ બાબાના દિવ્ય દરબારમાં સેવા આપવાની જાહેરાત કરી રહ્યા છે. રાજકોટ કોંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડા બાબાના દિવ્ય દરબારમાં મેડિકલ કેમ્પ લગાવશે અને ભક્તોને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડશે. હેમાંગ વસાવડાનું માનવું છે કે કોંગ્રેસ અને દરબારમાં મેડિકલ સેવાને કોઇ લેવા દેવા નથી અને ધાર્મિક કાર્યક્રમો મુદ્દે રાજનીતિ ન થવી જોઇએ.
આ પણ વાંચો-Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બુધવારે સવારે 8 વાગે પરિણામ જાહેર થશે
સુરત બાદ રાજકોટમાં ( Rajkot ) બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. 1 અને 2 જૂને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવશે. મુંબઈના કારીગરોએ રાજસ્થાની મહેલ થીમ પર ખાસ સ્ટેજ તૈયાર કર્યું છે. આયોજક યોગીન છનિયારાએ કહ્યું, સુરતના કાર્યક્રમને જોતા બાબાના દરબારમાં સવા લાખથી વધારે લોકો આવે તેવી શક્યતા છે. દરબારમાં આવવા માટે કોઈ રજિસ્ટ્રેશન કે ટોકન સિસ્ટમ રાખવામાં આવી નથી.