Gujarati Video: Amreli: સાવરકુંડલાની શાળામાં પ્રિન્સીપાલ પર વિદ્યાર્થીને બંધક બનાવ્યાનો આરોપ, પિતાએ રડતા રડતા સ્કૂલમાં કરી રજૂઆત
Amreli: સાવરકુંડલાની શાળામાં પ્રિન્સીપાલે વિદ્યાર્થીને બંધક બનાવ્યા હોવાનો આરોપ વાલી દ્વારા લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ આચાર્યની મજાક કરતા રૂમમાં કેદ કર્યો હોવાનુ વાલીઓ જણાવી રહ્યા છે.
અમરેલીના સાવરકુંડલાના ગોરડકાની સ્કૂલના પ્રિન્સીપાલે વિદ્યાર્થીને બંધક બનાવ્યાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીએ પ્રિન્સીપાલની સરનેમને લઈને મજાક કરતા પ્રિન્સીપાલે વિદ્યાર્થીને બંધક બનાવ્યો છે. સમગ્ર ઘટના 19 એપ્રિલની છે. વિદ્યાર્થીએ અટકને લઈને બધા વચ્ચે મજાક કરતા હોસ્ટેલની રૂમમાં વિદ્યાર્થીને કેદ કરવાનો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. વાલીઓએ રડતા રડતા સ્કૂલે જઈ આચાર્યને રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીને મુક્ત કરવા આજીજી કરી હતી.
દૃશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીના પિતા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે અને વિદ્યાર્થીને છોડવા માટે આજીજી કરતા નજરે પડે છે. 19 એપ્રિલથી વિદ્યાર્થીને બંધક બનાવ્યો હોવાનુ વાલીઓ જણાવી રહ્યા છે. શાળાના આચાર્યની સરનેમ ટાઢા છે અને આ સરનેમને લઈને વિદ્યાર્થીએ કંઈક ભદ્દી મજાક કરતા આચાર્યનો પિત્તો ગયો અને વિદ્યાર્થીને હોસ્ટેલની રૂમમાં કેદ કર્યો છે.
વિદ્યાર્થીને કોઈની સાથે મુલાકાત પણ ન કરવા દેવાતી હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. વિદ્યાર્થી 12 સાયન્સનો વિદ્યાર્થી છે અને NEETની તૈયારી કરી રહ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તેના અભ્યાસ પર પણ વિપરીત અસર થઈ રહી છે.
જો કે આ સમગ્ર ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. વાલીઓના રડમસ ચહેરા જોઈ સહુ કોઈને હચમચાવી મુકે તેવા છે. વિદ્યાર્થીઓના તોફાન બાબતે આચાર્યની સખ્તી પણ કંઈક વધુ હોય તેવુ સમગ્ર ઘટના પરથી લાગી રહ્યુ છે. પુત્રને છોડી મુકવા માટે પિતાએ શાળાએ જઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને પુત્ર વતી માફી માગી પુત્રને છોડવા વિનંતિ કરતા જોવા મળ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
