Gujarati video: અમરેલીના વડિયા, ભટવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાથી ઠંડક પ્રસરી

Gujarati video: અમરેલીના વડિયા, ભટવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાથી ઠંડક પ્રસરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 10:37 PM

અમરેલી જિલ્લાના વડિયામાં ભર ઉનાળે જાણે ચોમાસુ બેસી ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યાર બાદ ઠંડા પવનોની વચ્ચે માવઠું પડ્યું હતું.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વડિયા, ભટવદર તેમજ જાફરાબાદ તાલુકાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જોકે કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલી જિલ્લાના વડિયામાં ભર ઉનાળે જાણે ચોમાસુ બેસી ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યાર બાદ ઠંડા પવનોની વચ્ચે માવઠું પડ્યું હતું.

આ પણ વાંચો: Gujarati Video: તાપીના નિઝરમાં કરા સાથે વરસાદ, જૂનાગઢમાં વાદળ છવાયા

જુનાગઢમાં વરસાદ અને  ભારે પવન વચ્ચે  કોમ્પલેક્સના  કાચ તૂટ્યા

જુનાગઢના વંથલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી હતી. કેસર કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ભારે પવનને કારણે કોમ્પલેક્સના કાચ તૂટ્યા

આ તરફ જૂનાગઢમાં ઝરમર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા કોમ્પલેક્સમાં કાચ તૂટી પડ્યા હતા. મધુરમ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સમાં કાચ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે કોમ્પલેક્સમાં કાચ તૂટતા વેપારીઓને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">