Gujarati Video: અમરેલીના ધારીમાં આજે મેગા ડિમોલીશન, 700 ગેરકાયદે દબાણો હટાવાશે, ડિમોલીશન પહેલા પોલીસે કર્યુ ફ્લેગમાર્ચ
Amreli: અમરેલીના ધારીમાં આજે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાશે. ધારીમાં 700 જેટલા ગેરકાયદે દબાણો હટાવવામાં આવશે. આ મેગા ડિમોલિશન કાર્યવાહી પહેલા પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી.
અમરેલીના ધારીમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ઝૂંબેશ યોજાશે. સવારે 9 કલાકેથી શરૂ થનારા દબાણ હટાવો અભિયાનમાં સરકારી જમીનો પરના 700 ગેરકાયદે દબાણ હટાવાશે. આ દબાણ હટાવો કાર્યવાહીમાં 8 જેસીબી, 10 ટ્રેકટર અને 60 મજુરો જોડાશે. વહીવટી તંત્રની કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસનો મોટો કાફલો અને વરિષ્ઠ અધિકારીઓ પણ તૈનાત રહેશે. 2 ડીવાયએસપી, 3 PI અને 400થી વધુ હથિયારધારી પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરાશે.
ધારીમાં મેગા ડિમોલિશનની પૂર્વ સંધ્યાએ પોલીસના મોટા કાફલાએ ફલેગ માર્ચ યોજી હતી. મુખ્ય માર્ગો પર નડતર રૂપ વૃક્ષની ડાળી વન વિભાગે દૂર કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published on: Apr 24, 2023 09:58 AM
Latest Videos