Banaskantha : પાલનપુરમાં બુટલેગરે સગીરને માર મારી હત્યા કરી હોવાનો આરોપ
બનાસકાંઠાના પાલનપુરમાં 16 વર્ષીય સગીરના મોત મામલે હત્યાનો આરોપ લાગતા હડકંપ મચ્યો છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે મૃતદેહ મળ્યો છે.
Banaskantha : બનાસકાંઠાના પાલનપુરમાં 16 વર્ષીય સગીરના મોત મામલે હત્યાનો આરોપ લાગતા હડકંપ મચ્યો છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે મૃતદેહ મળ્યો છે. બુટલેગર અને તેના બે પુત્રોએ સગીરને માર મારી હત્યા કરી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. ઘટનાની વાત કરીએ તો ગઇકાલે રાત્રે બુટલેગર અને તેના પુત્રોએ મૃતક સગીરને માર માર્યા બાદ તે ગુમ થયો હતો. બાદમાં વહેલી સવારે તેનો મૃતદેહ મળ્યો છે.
આ પણ વાંચો : Banaskantha: સાટાપ્રથાએ બગાડયું દાંપત્યજીવન, યુવતીએ તેના જ માતા-પિતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો, જુઓ Video
આ સાથે બુટલેગરનો વિસ્તારમાં આતંક હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. સગીરનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છે. અને પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Three allegedly kill a 16-year-old boy in Palanpur; local police begin an investigation#Banaskantha #Gujarat #TV9News pic.twitter.com/t9XsX11sta
— Tv9 Gujarati (@tv9gujarati) June 5, 2023
વલસાડમાં દારૂની હેરાફેરી કરતા આર્મીના બે જવાન ઝડપાયા
તો બીજી તરફ આજે વલસાડમાં દારુની હેરાફેરી કરતા આર્મીના બે જવાનો ઝડપાયા છે. વલસાડમાં 17 પેટી દારુ સાથે મરાઠા બટાલીયનના બે જવાન ઝડપાયા છે. આર્મી અને ડિફેન્સ લખેલી કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ છે. સૂત્રો અનુસાર દમણથી દારુની 552 બોટલ નવસારી લઈ જતા હતા. નવસારીમાં પાર્ટી કરવા માટે દમણથી દારુ લઈ જતા હોવાનું સામે આવ્યુ છે.
મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી ઝડપાયો હતો દારુ
આ અગાઉ વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પાદરા વોર્ડ નંબર-4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી દારૂ ઝડપાયો હતો. ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. ભાવેશ પટેલ ઉર્ફ લાલુની કારમાંથી 15 પેટી દારુનો જથ્થો સ્ટેટ વિજિલન્સએ ઝડપ્યો હતો.
ખુલ્લા પ્લોટમાં પડેલી કારના કાચ તોડી વિજિલન્સે દારુનો જથ્થો ઝડપ્યો હતો. વિજિલન્સ ટીમે 57,360નો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને કાર મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ આરોપી ફરાર થયો હતો. સમગ્ર ઘટનાની તપાસ વડુ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.