Gujarati Video: ભાવનગરમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ગેરરીતિના આરોપ, સિંચાઈ સમિતિ ચેરમેનના પતિએ કામ કર્યુ હોવાની ફરિયાદ

Bhavnagar: સુજલામ સુફલામ યોજના હેઠળ ફરી એકવાર ગેરરીતિના આરોપ લાગ્યા છે. સુજલામ સુફલામ જળસંચય યોજનાના કામ સિંચાઈ સમિતિના ચેરમેનના પતિ અને અન્ય સભ્યોને બારોબાર સોંપાયા હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે ચેરમેનના પતિએ તમામ આરોપો ફગાવ્યા છએ. આ તરફ વિકાસ કમિશનરે તપાસ રિપોર્ટ મગાવ્યો છે. જો કે 2022માં થયેલી ગેરરીતિનો હજુ સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 11:24 PM

Bhavnagar:  ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ ગેરરીતિ થયાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનના પતિ અને અન્ય સભ્યોએ સુજલામ સુફલામ જળ સંચય યોજનાના કામ કર્યાનો આરોપ છે. તેના આધારે ગેરરીતિની ફરિયાદના આધારે વિકાસ કમિશનરે તપાસ અહેવાલ પણ મંગાવ્યો છે. પરંતુ, ચાર મહિના પૂરા થયા હોવા છતાં જિલ્લા પંચાયત દ્વારા ભાજપના ચેરમેન અને સભ્ય સામે પગલાં લેવાયા નથી કે તપાસ પુરી થઈ નથી.

આ પણ વાંચો: Gujarati Video: વરસાદ ખેંચાતા કફોડી સ્થિતિમાં મુકાયા ધોરાજીના ખેડૂતો, તાત્કાલિક ભાદર ડેમનુ પાણી છોડવા કરી માગ, કેનાલમાં ઉભા રહી કર્યા સૂત્રોચ્ચાર

જોકે સિંચાઈ વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે આ સમગ્ર ઘટના 2022ની છે અને તેમાં કોઈ ગેરરીતિ થયેલી નથી. જો તપાસમાં ગેરરીતિ આવશે તો કડક પગલાં પણ લેવાશે. આ તરફ સિંચાઈ સમિતિના ચેરમેનના પતિએ પણ આરોપો ફગાવી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થયાની વાત આગળ ધરી છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

 ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">