Gujarati Video: રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો, બે મહિનામાં 74 દર્દી નોંધાયા, એક દર્દીનું મોત થયુ
Ahmedabad: રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનામાં સ્વાઈન ફ્લૂના 74 દર્દીઓ નોંધાયા છે તો બીજી તરફ એક દર્દીનું સ્વાઈન ફ્લૂથી મોત પણ થયુ છે. છેલ્લા 6 વર્ષમાં સ્વાઈન ફ્લૂના 9344 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસ પણ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં પાછલા બે મહિનામાં સ્વાઈન ફ્લૂના 74 દર્દી નોંધાયા છે. તો એક દર્દીનું સ્વાઈન ફ્લૂથી મૃત્યુ પણ થયું. ગુજરાતમાં 6 વર્ષમાં સ્વાઈન ફ્લૂના 9344 કેસ સામે આવ્યા છે. જ્યારે 324 વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. સ્વાઈન ફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. તેલંગાણામાં સૌથી વધારે 545 સ્વાઈન ફ્લૂના કેસ મળ્યાં.
બેવડી ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધ્યા
આ તરફ કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બેવડી આફત સર્જાઈ છે. બેવડી ઋતુના કારણે તાવના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે. આ પૂર્વે 21 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વાયરલ ઈન્ફેક્શનના 1419 કેસ નોંધાયા હતા.
કમોસમી વરસાદના પગલે ડબલ સિઝન થતા વાયરલ કેસમાં મોટો વધારો થયો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 6 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી એક 8 મહિનાનું બાળક ઓક્સિજન પર છે. તો 88 વર્ષના વૃદ્ધ વેન્ટિલેટર પર રખાયા છે. જ્યારે એક દર્દી બાયપેપ પર છે. બાકીના 3 દર્દીની તબિયત સ્થિર છે.
રાજ્યમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 26 માર્ચના રોજ કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે.જેમાં અમદાવાદમાં 118, રાજકોટમાં 30, સુરતમાં 25, મોરબીમાં 17, વડોદરામાં 16, રાજકોટ જિલ્લામાં 14, વડોદરા જિલ્લામાં 14, સુરત જિલ્લામાં 08, અમરેલીમાં 06, જામનગરમાં 06, મહેસાણામાં 06, સાબરકાંઠામાં 06, ભાવનગરમાં 05, કચ્છમાં 05, બનાસકાંઠામાં 04, પાટણમાં 04, વલસાડમાં 04, ગાંધીનગરમાં 03, પોરબંદરમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, નવસારીમાં 02, ભરૂચ 01,ભાવનગરમાં 01અને ખેડામાં 01 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1697 એ પહોંચ્યા છે. જેમાં કોરોના રિકવરી રેટ 99.00 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 134 દર્દી સાજા થયા છે.
આ પણ વાંચો: Covid 19 In India: 24 કલાકમાં કોરોનાના 1590 કેસ નોંધાયા, દેશના આ બે રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
