Gujarati Video : અમદાવાદમાં BMW હિટ એન્ડ રન કેસનો આરોપી હજુ પણ ફરાર
અમદાવાદની સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક બીએમડબલ્યુ કારે સર્જેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી પોલીસ પકડથી દૂર છે. આ આરોપીને પકડવા માટે દસથી વધુ કડી હોવા છતાંય આરોપી હાજર થાય તેની પોલીસ રાહ જોઈ રહી છે .આ આરોપી ધનાઢય પરિવારમાંથી આવતો હોવાથી પોલીસ તેને ન પકડી રહી હોવાની ચાલી ચર્ચા રહી છે
અમદાવાદની સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક બીએમડબલ્યુ કારે સર્જેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી પોલીસ પકડથી દૂર છે. આ આરોપીને પકડવા માટે દસથી વધુ કડી હોવા છતાંય આરોપી હાજર થાય તેની પોલીસ રાહ જોઈ રહી છે .આ આરોપી ધનાઢય પરિવારમાંથી આવતો હોવાથી પોલીસ તેને ન પકડી રહી હોવાની ચાલી ચર્ચા રહી છે.તો બીજીતરફ આરોપી કારચાલક સત્યમ શર્મા સામે અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના કુલ ચાર ગુના નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે.
હાજર લોકોએ તપાસ કરતા કારમાંથી દારુની બોટલ મળી આવી હતી
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ બુધવાર રાત્રિ જ્યાં એક બીએમડબલ્યુ કાર ચાલકે અમીતભાઈ અને મેઘનાબેનને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. જ્યાં હાજર લોકોએ તપાસ કરતા કારમાંથી દારુની બોટલ મળી આવી હતી. જો કે ત્યાર બાદ નબીરો કાર લઈ ઘટના સ્થળેથી દોઢ કીલોમીટર દૂર કોઈ અવાવરુ જગ્યાએ કાર મુકી ફરાર થઈ ગયો હતો.ઘટનામાં આ કાર સત્યમ શર્માની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કાર તેના પિતા શ્રી ક્રિષ્ના શર્માના નામે રજીસ્ટર હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસ પાસે અલગ અલગ સીસીટીવી કબ્જે કર્યા છે. અનેક કડીઓ હોવા છતાંય હજુ આરોપી નથી પકડી શકી.ક્યાંક આરોપી ધનાઢય પરિવાર નો હોવાથી પોલીસ તેને બચાવી રહી હોવાનું મનાઈ રહ્યું છે.
પોલીસ માટે ગાડીની પાછળનું ઇન્સ્ટાગ્રામ આઈડી ખૂબ ઉપયોગી સાબિત થયું
વાયરલ વિડીયો, દારૂની બોટલ આ બાબતે પિતા અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે.પિતા એ અકસ્માત વખતે પુત્ર સાથે વાત કરી હોવાનું કહે છે અને બાદમાં કોઈ સંપર્ક ન હોવાનું કહે છે. જો કે આરોપી અવાર નવાર ઘરે કીધા વગર આ રીતે ગાડીઓ લઈને ફરવાનો શોખ ધરાવતો હોવાનું પોલીસ માની રહી છે.તો સાથે જ પોલીસ માટે ગાડીની પાછળનું ઇન્સ્ટાગ્રામ આઈડી ખૂબ ઉપયોગી સાબિત થયું છે.અવાર નવાર સોશયલ મીડિયા પર આવા સ્ટંટ કરતા લોકો વિડીયો અપલોડ કરતા હોય છે.
તેવી જ રીતે આ નબીરા સત્યમ શર્મા સ્ટંટ કરતા વિડીયો મુક્યા છે. ત્યારે આ કેસના આરોપી સત્યમ શર્માની ક્રાઇમ કુંડળી સામે આવી છે..જેના વિરુદ્ધ અગાઉ પણ બે ફરિયાદ થઈ હતી.જેમાં 25 ફેબ્રુઆરીના રોજ સોલા પોલીસે ફોર્ચ્યુનર કારની ચેકિંગ કરતા સત્યમ શર્મા દારૂના નશામાં હતો જેને લઇને ડ્રીંક એન્ડ ડ્રાઈવ નો કેસ કરવામાં આવ્યો હતો તેની ગાડીમાંથી છરી મળી આવતા પોલીસે તેની અન્ય વધુ એક કાર ડિટેઇન કરી હતી. તો સાથે. ડિસેમ્બર 2022માં સોલા જય અંબે પાન પાર્લરમાં સત્યમએ મારામારી કરી તોડફોડ પણ કરી હતી.
આમ આરોપીએ અગાઉ બે ગુના આચર્યા હતા અને હવે વધુ બે ગુના આચર્યા
આરોપી માત્ર ગુના આચરવાની ટેવ વાળો જ નથી પણ સોશિયલ મિડીયામાં રીલ બનાવવાનો પણ શોખ ધરાવતો હોવાનું સામે આવ્યું છે..ત્યારે તપાસ કરનાર પોલીસ માત્ર ને માત્ર તપાસનું નાટક ચલાવી રહી છે.કારણ કે અનેક સીસીટીવી સાથે કડી મળી હોવા છતાં પણ આરોપી પકડાતો નથી.. જો કે અકસ્માત કર્યા પછી સત્યમનું મોબાઇલ છેલ્લું લોકેશન સોલા કેનાલ રોડ પાસે આવેલ નિલ એપાર્ટમેન્ટ પાસે આવે છે.. જે બાદ ફરાર થઈ ગયો છે પણ પોલીસને આંશકા છે કે સત્યમનો પરિવાર જાણ છે કે તેનો પુત્ર ક્યાં ભાગી ગયો છે.
