Gujarati Video: ધોરાજી માર્કેટયાર્ડમાં તલ અને તુવેરની પુષ્કળ આવક, પોષણક્ષણ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીના લહેર

Rajkot: ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં તલ અને તુવેરની સારી આવક થઈ રહી છે. ખેડૂતોને તલ અને તુવેરના પોષણક્ષણ ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ, છે. ખેડૂતોને ચાલુ વર્ષે તલના 2600 રૂપિયા સુધી મળતા ખેડૂતો ખુશ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 11:54 PM

રાજકોટના ધોરાજીમાં આવેલા સરદાર પટેલ માર્કેટયાર્ડમાં તલ અને તુવેરની આવક થઈ રહી છે.. તલ અને તુવેરના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. ભાવની વાત કરીએ તો ગત વર્ષ પ્રતિમણ તલના ભાવ 1700થી 1800 રૂપિયા હતા. જ્યારે ચાલુ વર્ષે પ્રતિ મણ તલના 2600 રૂપિયા મળી રહ્યા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ તલના ભાવમાં પ્રતિમણ 800 રૂપિયાનો વધારો થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છે.

 તલના 2600 રૂપિયા સુધી મળતા ખેડૂતો ખુશ

તલની સાથે તુવેરના પ્રતિ મણના 1600થી 1700 રૂપિયા ભાવ બોલાયો છે. સરદાર પટેલ માર્કેટયાર્ડમાં રોજ તલની 600 અને તુવેરની 200 ગુણીની આવક થઈ રહી છે. આ સિઝનમાં કમોસમી વરસાદને કારણે તલના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી તલની આવક ઓછી છે. આવક ઓછી હોવાથી તલના ભાવમાં વધારો થયો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો: Rajkot : ધોરાજીના ખેડૂતોની ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફતે પાણી આપવાની માગ

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

તુવેરનો પ્રતિ મણના 1600થી 1700 રૂપિયા ભાવ બોલાયો

આ તરફ તુવેરમાં પણ ખેડૂતોને પ્રતિ મણ 1600થી 1700 રૂપિયા મળી રહ્યા છે. સારા ભાવ મળતા યાર્ડમાં રોજની  600 તુવેરની અને 200 તુવેરની ગુણીની આવક થઈ રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">