Gujarati Video : રાજકોટના ધોરાજીથી પસાર થતી ભાદર- 1 કેનાલમાં છોડાયુ સફાઈ કર્યા વગરનું પાણી, ખેડૂતોની ચિંતામાં વધારો

Gujarati Video : રાજકોટના ધોરાજીથી પસાર થતી ભાદર- 1 કેનાલમાં છોડાયુ સફાઈ કર્યા વગરનું પાણી, ખેડૂતોની ચિંતામાં વધારો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 9:21 AM

રાજકોટમાં ધોરાજીથી પસાર થતી ભાદર-1 કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડી દેવાયું હોવાની ઘટના સામે આવી છે. સિંચાઇ વિભાગ દ્વારા ખરીફ પાકનાં આગોતરા વાવેતર માટે પાણી છોડવામાં આવ્યું છે.

રાજકોટમાં ( Rajkot ) ધોરાજીથી પસાર થતી ભાદર-1 કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડી દેવાયું હોવાની ઘટના સામે આવી છે. સિંચાઇ વિભાગ દ્વારા ખરીફ પાકનાં આગોતરા વાવેતર માટે પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ સફાઈ કે સમારકામ કર્યા વગર પાણી છોડાતા ખેડૂતો માટે આ પાણી મુશ્કેલી લઈને આવ્યુ છે. પાણી સાથે ઢસડાઈ રહેલો કચરો પણ ખેતર સુધી પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો Rajkot : ધોરાજીના ખેડૂતોની ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફતે પાણી આપવાની માગ

કેનાલમાં વૃક્ષોના પાંદડા અને ડાળીઓ તેમજ પ્લાસ્ટિકનો કચરો પણ ખેતરમાં પહોંચશે તેવી ખેડૂતોને ચિંતા છે. જેનાથી ખેતી કરવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે તંત્રએ આશ્વાસન આપ્યુ કે કેનાલમાં આવેલા કચરાની જલ્દી જ સફાઈ કરી લેવામાં આવશે. આ માટે જેસીબી મશીન પણ સાથે રખાયુ છે. જેથી ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">