AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ધોરાજીના ખેડૂતોની ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફતે પાણી આપવાની માગ

ડૂતોની માગને ધ્યાનમાં લેવામા આવતી નથી અને ખાસ કરીને ખેડૂતોને હાલ પાણીની ખુબ જ જરૂર છે ત્યારે તાત્કાલિક ધોરણે ભાદર 2 ડેમ માંથી પાણી સિંચાઇ માટે આપવા ની માંગ કરી રહ્યા છે ખેડૂતોનું આક્ષેપ છે કે હજુ સુધી કેનાલની સફાઈ થઈ નથી અને કેનાલમાં ગંદકી છે

Rajkot : ધોરાજીના ખેડૂતોની ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફતે પાણી આપવાની માગ
Rajkot Dhoraji Bhadar Dam 2
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 7:55 AM
Share

રાજકોટ(Rajkot)  જિલ્લાના ધોરાજીના ખેડૂતોને ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કરવાનું છે જેને લઇ અને ખેડૂતો(Farmers) ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફત પાણી આપવાની માંગ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી એક બાદ એક આકાશી અને માનવ સર્જિત આફતોનો સામનો કરી અને ધોરાજી પંથકના ખેડૂતો કંટાળ્યા છે ત્યારે હવે ધોરાજી પંથકના ખેડૂતોને ખરીફ પાકનું આગોતરું વાવેતર કરવાનું છે ત્યારે ધોરાજી નજીક ભૂખી ગામ પાસે આવેલ ભાદર 2 ડેમ માંથી સિંચાઇ માટે નું પાણી કેનાલ મારફત આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતો નું કહેવું છે કે ધોરાજીના ખેડૂતોએ છેલ્લા 15 દિવસથી કેનાલ મારફત પાણી આપવાની માંગ કરી છે.

ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે

પરંતુ ખેડૂતોની માગને ધ્યાનમાં લેવામા આવતી નથી અને ખાસ કરીને ખેડૂતોને હાલ પાણીની ખુબ જ જરૂર છે ત્યારે તાત્કાલિક ધોરણે ભાદર 2 ડેમ માંથી પાણી સિંચાઇ માટે આપવા ની માંગ કરી રહ્યા છે ખેડૂતોનું આક્ષેપ છે કે હજુ સુધી કેનાલની સફાઈ થઈ નથી અને કેનાલમાં ગંદકી છે વૃક્ષોના પાંદડા અને ડાળીઓ સહિત અન્ય વેસ્ટ કેનાલ માં પડ્યું છે કેનાલ ની સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવશે તો કેનાલ તૂટવાનો ભય છે અને કેનાલમાં રહેલ કચરો ખેડૂતોના ખેતર સુધી પહોંચી જશે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે

ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ હતું કે ધોરાજી ભાદર બે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે અને કોઈ પણ જાતના વિલંબ કર્યા વગર ભાદર બે ડેમમાંથી ખેડૂતોને ઓરવણા ના વાવેતર માટે થઈ અને પાણી છોડવા માટે થઈ અને માંગ કરી છે.

ભાદર-1 ડેમમાંથી ઓવરણ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે

આ દરમ્યાન, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના 45 ગામના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ભાદર-1 ડેમમાંથી ઓવરણ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે.. ગત વર્ષ ખૂબ સારા વરસાદને પગલે ભાદર ડેમ-1 ડેમ ચોમાસામાં ઓવરફલો થયો હતો. જેને કારણે ડેમમાં ઉનાળો પૂરો થવા આવ્યો છતાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જેથી સિંચાઈ વિભાગે ઓવરણ પાક માટે પાણી આપવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત ઓવરણ પાક માટે ભાદર કેનાલમાં 1000 MCFT પાણી છોડવામાં આવ્યું છે.. આ પાણી થકી 45 ગામોની 4500 હેકટર જમીનના 4200 ખેડૂતોને પ્રીખરીફ પાકના પિયત માટે પાણી મળી રહેશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">