AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભિલીસ્તાનની માગ કરી, જુઓ Video

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયો જાહેર કરીને અલગ ભિલીસ્તાનની માગ કરી છે.ચૈતર વસાવાનો આરોપ છે કે વિકાસના નામે આદિવાસી સંસ્કૃતિને નામશેષ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.તેઓનો દાવો છે કે બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને આપવામાં આવેલા વિશેષ દરજ્જાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.

Gujarati Video: ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભિલીસ્તાનની માગ કરી, જુઓ Video
Aap Mla Chaitar Vasava Demand separate Bhilistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 4:36 PM
Share

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વીડિયો જાહેર કરીને અલગ ભિલીસ્તાનની માગ કરી છે.ચૈતર વસાવાનો આરોપ છે કે વિકાસના નામે આદિવાસી સંસ્કૃતિને નામશેષ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.તેઓનો દાવો છે કે બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને આપવામાં આવેલા વિશેષ દરજ્જાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. અલગ ભિલીસ્તાનની માગ સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના આદિવાસીઓને એક કરવામાં આવશે અને પક્ષા પક્ષીથી દૂર રહીને રાજકીય, સામાજીક અને ધાર્મિક આગેવાનોને જોડીને ભિલપ્રદેશની માગનો અવાજ બુલંદ કરાશે.

આદિવાસી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે તે માટે અલગ ભિલીસ્તાનની માગ

તો અહીં સવાલ એ સર્જાય કે કેમ ચૈતર વસાવાએ અલગ ભિલીસ્તાનની માગ કરી,,,તો આ સવાલનો પણ આપને જવાબ આપી દઇએ. ચૈતર વસાવાનો આરોપ છે કે આદિવાસી વિસ્તારોમાં પાછલા કેટલાક વર્ષોથી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારોનું અતિક્રમણ વધ્યું છે.જેના પગલે આદિવાસીઓના હક સાથે જંગલ, જમીન અને જળની પ્રાકૃતિક સંપદાને નષ્ટ કરવામાં આવી રહી છે.ત્યારે આદિવાસીઓનો હક અબાધિત રહે, અને આદિવાસી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે તે માટે અલગ ભિલીસ્તાનની માગ કરાઇ છે.

રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

મહત્વપૂર્ણ છે કે ગુજરાતની સ્થાપના સમયથી ભીલો માટે અલગ રાજ્યની માગ ઉઠતી રહી છે. આ સિવાય રાજ્યમાંથી અલગ સૌરાષ્ટ્ર તથા કચ્છની પણ માગ સમયાંતરે ઉઠતી રહે છે.અગાઉ ચૂંટણી સમયે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ પણ અલગ ભિલીસ્તાનની માગને પ્રબળ કરી હતી.રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજની માગ છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તેમની બહુમતીવાળા વિસ્તારોને જોડીને ‘અસ્મિતા અને ઓળખ’ આધારિત નવા રાજ્યનું ગઠન કરવામાં આવે.ત્યારે જોવાનું એ રહે છેકે આદિવાસીઓની આ માગ કેટલી પ્રબળ બને છે.

આ પણ વાંચો : Mahavir Jayanthi : ભારતમાં જોવા લાયક છે આ 5 જૈન મંદિરો, એક તો ગુજરાતમાં આવેલું છે, જાણો એકવાર દર્શને જવા જેવા મંદિર

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">