AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: છોટાઉદેપુરના નસવાડીમાં દૂધ સંજીવની યોજનાના દૂધના પાઉચ ડુક્કર પીતા હોય તેવો Video Viral

Gujarati Video: છોટાઉદેપુરના નસવાડીમાં દૂધ સંજીવની યોજનાના દૂધના પાઉચ ડુક્કર પીતા હોય તેવો Video Viral

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 6:20 PM
Share

Chhota Udepur: છોટાઉદેપુરના નસવાડીમાં સંજીવ દૂધ યોજનાના દૂધના પાઉચ ડુક્કર પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. એક તરફ સરકાર કુપોષણ દૂર કરવા સંજીવની દૂધ યોજના ચલાવે છે પરંતુ આ દૂધ ખરેખર બાળકો સુધી પહોંચે છે કે કેમ તે અંગે તંત્ર દ્વારા કોઈ દરકાર ન લેવાતી નથી.

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં એક તરફ હજારો બાળકો કુપોષિત છે. આ કુપોષણ દૂર કરવા માટે સરકાર દૂધ સંજીવની  યોજના ચલાવે છે. પરંતુ છોટાઉદેપુરના નસવાડીમાં સંજીવની દૂધના પાઉચ ડુક્કર પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ ચોંકાવનારો વીડિયો નસવાડીની કુમાર શાળાના પટાંગણનો છે. જે દૂધ બાળકોને પીવા માટે અપાય છે. તે કચરામાં કોણ ફેંકી દે છે. શું શાળા તંત્રની કોઈ મોટી બેદરકારી છે કે પછી દૂધ સંજીવની યોજનામાં આયોજનનો અભાવ? જે પણ હોય તે દૂધનો બગાડ થાય તેના બદલે અન્ય બાળકો પીવે તેવી યોગ્ય વ્યવસ્થા તાકીદે ગોઠવાવી જોઈએ.

નસવાડીમાં દૂધ સંજીવની યોજનામાં વેડફાટ અગાઉ પણ સામે આવી ચુકી છે. ગત 25 જાન્યુઆરીએ મોટી સંખ્યામાં કોતરમાં દૂધના પાઉચ ફેંકી દેવાયા હતા. આ સમયે પણ દૂધ બાળકોને આપવાને બદલે વેડફાટ કરાયો હતો. આવી ઘટના બીજી વાર સામે આવી છે. ત્યારે જવાબદાર અધિકારીઓએ કડક તપાસ કરીને દોષિતોને સજા આપવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.

તાપીમાં રસ્તા પર ફેંકાયેલા મળ્યા હતા દૂધ સંજીવની યોજનાના પાઉચ

આ અગાઉ 10 માર્ચ 2023ના રોજ તાપીના વાલોડ તાલુકાના તીતવા ગામેથી મોંઢોળા નદીમાંથી દૂધ સંજીવની યોજના હેઠળના હજારોની સંખ્યામાં દૂધના પાઉચો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. બનાવને લઈ વાલોડ આઇસીડીએસ વિભાગના અધિકારીએ તપાસ હાથ ધરતા પ્રાથમિક શાળામાં આપવામાં આવતા પાઉચ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતુ. સમગ્ર મામલે વાલોડ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓને જાણ કરાતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાને મંજૂરી, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના સવાલનો રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ આપ્યો જવાબ

g clip-path="url(#clip0_868_265)">