ગુજરાતી વીડિયો : અમરેલીમાં એક જ કુંડીમાંથી પાણી પીતા દીપડા અને સિંહણનો Video થયો વાયરલ
અમરેલીમાં સિંહ. દીપડા, જરખ સહિતના વન્ય પ્રાણીઓ વસે છે જોકે તેઓ એક સાથે ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ અહીં એક ઘરની બહાર રાખવામાં આવેલી પાણીની કુંડીમાંથી પાણી પીતા સિંહણ અને દીપડો સીસીટીવીમાં કેદ થયા હતા.
અમરેલી જિલ્લો સિંહનું ઘર મનાય છે અને સિંહો અહીં ઠેર ઠેર આટાંફેરા મારતા નજરે પડે છે જોકે હવે અહીં દીપડા પણ અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં જ સિંહ અને દીપડો થોડા થોડા સમયના અંતરે એક જ ટાંકીમાંથી પાણી પી રહ્યા હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. અમરેલીના સાવરકુંડલાના મહુવા રોડ પર સિંહ અને દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે. મહુવા રોડની ખોડિયાર પાર્ક સોસાયટી નજીક સિંહણ અને દીપડો સીસીટીવીમાં કેદ થયા છે.
સાવર કુંડલાની એકસોસાયટી નજીક પાણીની કુંડીમાં સિંહણ પાણી પીતી જોવા મળી હતી. તો એ જ પાણીની કુંડીમાં એક દીપડો પણ પાણી પીતા સીસીટીવીમાં કેદ થયો. સિંહણ શિકાર પાછળ દોડ લગાવતી પણ સીસીટીવીમાં કેદ થઇ છે. નોંધનીય છે કે અમરેલીના વિવિધ વિસ્તારમાં સિંહ પરિવાર અને દીપડાના આટાંફેરા વધતા લોકો ભયભીત જોવા મળ્યા છે.
જવલ્લેજ બનતી ઘટના
અમરેલીમાં સિંહ. દીપડા, જરખ સહિતના વન્ય પ્રાણીઓ વસે છે જોકે તેઓ એક સાથે ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ અહીં એક ઘરની બહાર રાખવામાં આવેલી પાણીની કુંડીમાંથી પાણી પીતા સિંહણ અને દીપડો સીસીટીવીમાં કેદ થયા હતા. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે ઘરની દીવાલની બહાર એક પાણીની કુંડી છે તેમાં સૌ પહેલા દીપડો પાણી પીવા આવે છે અને ત્યાર બાદ થોડો સમય પસાર થાય છે એટલે સિંહ પણ ત્યાં જ પાણી પીવા આવે છે. તો થોડો સમય પસાર થયા બાદ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે દીપડો કોઈ પ્રાણીનો શિકાર કરવા માટે દોટ લગાવે છે.
સ્થાનિકોનું આ અંગે કહેવું છેકે હવે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે કે વન્ય પ્રાણીઓ જંગલ છોડીને શહેરી વિસ્તારમાં આવી રહ્યા છે અને ખાસ તો સ્થાનિકોએ જણાવ્યું હતું કે સિંહ મનુષ્યો ઉપર હુમલો કરે તેવું વારંવાર બનતું નથી. જોકે દીપડાથી ખૂબ ચેતીને રહેવું પડે છે. દીપડો એવું પ્રાણી છે જે ગમે ત્યારે હુમલો કરી બેસે છે.