Gujarati Video : વલસાડની પાર નદીમાં કાર ખાબકતા એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત, જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Mar 12, 2023 | 7:15 AM

વલસાડના અતુલ વિસ્તાર નજીક આવેલી પાર નદીમાં કાર ખાબકતા એકનું મોત થયું છે. વાપીના યુવકે કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

રાજ્યભરમાં સતત અકસ્માતની ઘટનાઓ જોવા મળે છે. તેવી જ એક અકસ્માતની ઘટના વલસાડમાં સામે આવી છે. વલસાડના અતુલ વિસ્તાર નજીક આવેલી પાર નદીમાં કાર ખાબકતા એકનું મોત થયું છે. વાપીના યુવકે  સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર બેરીકેડ તોડી નદીમાં ખાબકી હતી. અકસ્માતમાં ઘટના સ્થળે જ કાર ચાલકનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ચંદ્રપૂરના તરવૈયાઓએ તાત્કાલીક મદદ માટે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ ક્રેનની મદદથી કાર બહાર કાઢી હતી.

આ પણ વાંચો : Valsad : રખડતા ઢોરનો આતંક યથાવત ! વલસાડમા આખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરીનો માહોલ,

રાજ્યમાં બનેલી અકસ્માતની અન્ય ઘટનાઓ

ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી.

રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati