Valsad : રખડતા ઢોરનો આતંક યથાવત ! વલસાડમા આખલા યુદ્ધથી લોકોમાં અફરાતફરીનો માહોલ,
હાઇકોર્ટના હુકમ બાદ પણ રખડતા ઢોરને પકડવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ સાબિત થતા લોકો રોષે ભરાયા છે. આ આખલા યુદ્ધનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
વલસાડ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે ગ્રીન પાર્ક સોસાયટીમાંથી આખલાનો આતંક સામે આવ્યો છે. જયાં આખલા યુદ્ધના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાહેર રોડ પર વિફરેલા આખલાઓએ ઘર આગળ મુકેલા વાહનોને નુકસાન પહોંચાડયું હતું.
આ પણ વાંચો : Gujarati Video: વલસાડની ઓરંગા નદીના પટમાં ડ્રેજિંગના બહાને સામે આવી રેતી-ચોરી, વાંચો જિલ્લાના તમામ સમાચાર
હાઇકોર્ટના હુકમ બાદ પણ રખડતા ઢોરને પકડવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ સાબિત થતા લોકો રોષે ભરાયા છે. આ આખલા યુદ્ધનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. રખડતા ઢોર પકડવામાં ન આવતા અહીં તંત્ર સામે અનેક સવાલ ઉભા થાય છે.
#Straycattle takes control on #Valsad roads; residents irked #Gujarat #TV9News pic.twitter.com/3ttcBJ9090
— Tv9 Gujarati (@tv9gujarati) February 20, 2023
મહેસાણા – વિસનગર રોડ પર રખડતા ઢોરનો આતંક
અગાઉ મહેસાણા-વિસનગર રોડ પર રખડતા ઢોરને કારણે 51 વર્ષના વેપારીનું મોત થયુ હતું. તેઓ બાઈક પર જતા હતા ત્યારે અચાનક વચ્ચે ઢોર આવી જતા તે નીચે પડ્યા હતા જેમા તેમને ગંભીર ઈજા આવી હતી અને હોસ્પિટલમાં સારવાર માટ ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી હતી.
જેતપુરમાં ઢોરનો આતંક
જેતપુરમાં છેલ્લા એક સપ્તાહમાં રખડતા ઢોરના આતંકની ઘટના બની હતી. આ પહેલા ગત 29 ડિસેમ્બરના રોજ શહેરના દેસાઇવાડી વિસ્તારમાં આવેલા શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રખડતી ગાયે વૃદ્ધાને અડફેટે લેતા તેમને ઘણી ઇજાઓ પહોંચી હતાં. વૃદ્ધા તેમના એપાર્ટમેન્ટમાં જ હતા તે દરમ્યાન રખડતી ગાય એપાર્ટમેન્ટમાં ઘૂસી ગઇ અને તેના પર હુમલો કર્યો હતો.
તંત્ર ઢોર પકડવાની કામગીરીના અનેક દાવાઓ કર્યો હતો, પરંતુ દરેક મહાનગરો અને શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો હતો જેના કારણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. આ બનાવથી ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ નગરપાલિકા પર રોષ ઠાલવ્યો હતો તેમજ નક્કર પગલાં લેવાની માંગણી કરી હતી. જોકે આવી તમામ ઘટનાઓને પગલે રાજ્ય સરકાર પણ કોઈ નક્કર નિર્ણય લેતે જરૂરી બની ગયું હતું.