રાજ્યમાં કાળા બજારીના કેસમાં સતત સામે આવતા હોય છે. સુરતમાં સરકારી અનાજની કાળા બજારીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં કાળા બજારી કરતા બે ભાઈઓ સુનિલ અને મેહુલની 5 મહિના પછી ધરપકડ કરવામાં આવી છે. બંન્ને ભાઈઓ સામે કરોડોનું અનાજ સગેવગે કરી કાળા બજારમાં વેચી મારવાનો આરોપ લગાવવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો : Surat: માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સાયકલ પર બાળક સ્ટંટ કરવા જતા બન્યો ગંભીર અકસ્માતનો ભોગ, જુઓ Video
અનાજની કાળા બજારી કરનાર આરોપીઓ સામે ઓક્ટોબરમાં ફરિયાદ નોંધાવી હતી. સચિન ગોડાઉનના મેનેજર પ્રિતી ચૌધરી અને અન્ય સાગરિતો પાસેથી અનાજ ખરીદતા હતા. આરોપીઓ સસ્તા ભાવે અનાજ લઈ અનાજની ગુણો બદલી નાખતા હતા. જેની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ અને GST વિભાગે સુરતની 4 રાઇસ મિલ પર દરોડા પાડ્યા હતા.
રેશનીંગના વેપારીઓને ઇ પ્રોફાઈલ ક્રિએટ કરવા માટે તેમજ કાર્ડ ધારકને વંચાય તે રીતે બોર્ડ બનાવવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જેમાં દુકાન ખોલવાનો સમય અને બંધ કરવાનો સમય તેમજ વેપારીના નામ અને નંબર લખવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જેમાં અદાવાદના ચાર ઝોનના 170 જેટલા વેપારીઓને તાલીમ આપવામાં આવી હતી.