Surat: માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સાયકલ પર બાળક સ્ટંટ કરવા જતા બન્યો ગંભીર અકસ્માતનો ભોગ, જુઓ Video

Surat: માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સાયકલ પર બાળક સ્ટંટ કરવા જતા ગોથુ મારી ગયો અને ગંભીર અકસ્માતનો ભોગ બન્યો. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Surat: માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સાયકલ પર બાળક સ્ટંટ કરવા જતા બન્યો ગંભીર અકસ્માતનો ભોગ, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 9:39 AM

સુરતમાં વધુ એકવાર વાલીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં સાયકલ ચલાવતો બાળક સ્ટંટ કરવા જતા જતા ગોથું મારી જાય છે. જેને લીધે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચે છે. સમગ્ર ઘટનાના CCTV ફુટેઝ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે, રસ્તા પર બાળક શાંતીથી સાયકલ લઈને જઈ રહ્યો હતો. પરંતુ રસ્તા પર સ્પિડ બ્રેકર આવતા સાયકલ સવાર બાળકે સાયકલને એક ટાયર પર ચલાવવાની કોશિષ કરી પરંતુ બેલેન્સ ન જળવાતા બાળક જમીન પર ઊંધે માથે પટકાયો હતો. અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આજૂબાજુના લોકોએ તાત્કાલિક બાળકને ઉભો કરી સારવાર અર્થે ખસેડ્યો હતો અને સારવાર બાદ હાલ બાળકની સ્થિતિ સારી છે. જોકે સમગ્ર ઘટના દરેક વાલીઓ માટે ચેતવણી સમાન છે.

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?
Kumbh Mela 2025 : તલ મૂકવાની જગ્યા ન વધી, જુઓ કુંભમેળામાં ભક્તોના જનસૈલાબની તસવીરો

સાયકલ પર બાળકને સ્ટંટ કરવો પડ્યો ભારે

હચમચાવી દેનારો આ સીસીટીવી ફુટેજ સુરતના કાપોદ્રામાંથી સામે આવ્યો છે. આ પ્રકારના સ્ટંટ ક્યારેક જીવલેણ પણ સાબિત થતા હોય છે. આજકાલ સોશિયલ મીડિયા અને ટીવી પર જોઈને બાળકો આવા સ્ટંટ કરતા હોય છે. પરંતુ આ બાળકોને એ પણ ખબર હોવી જોઈએ કે સ્ટંટ કરનારા લોકો યોગ્ય તાલીમ લીધેલા હોય છે. આથી આવા કોઈપણ સ્ટંટ ક્યારેક બહુ મોંઘા સાબિત થતા હોય છે.

આ પણ વાંચો: Breaking News: સુરતમાં કોરોના વાયરસ ફરી વકર્યો 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાથી થયુ મોત, અઢી મહિના બાદ મોતનો કેસ

આ તરફ સુરતમાં દરવાજો પડતા દોઢ વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યુ છે. સચીન જીઆઈડીસી વિસ્તારમાં ભાઈ-બહેન રમી રહ્યા હતા ત્યારે અચાનક વજનદાર દરવાજો તૂટી પડ્યો હતો. આ દરવાજો બાળકના પીઠના ભાગે પડતા દોઢ વર્ષિય બાળકનું મોત નીપજ્યુ છે. બાળકના મોતને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બાળક ગુમાવતા પરિવારના માથે જાણે આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ શ્રમજીવી  પરિવાર મૂળ મધ્યપ્રદેશના કુંડીયાપાળાના ખાવાસા ગામનો રહેવાસી છે.

g clip-path="url(#clip0_868_265)">