AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girsomnath: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વેરાવળ ST વર્કશોપ અને કોડીનાર ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત, 600 નવી બસો ફાળવાઇ

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના કોડિનારમાં રૂ.4.48 કરોડના ખર્ચે વેરાવળ તેમજ 4.11 કરોડના ખર્ચે કોડીનાર ખાતે વર્કશોપ તૈયાર થશે. જેમાં એડમીન રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, રેસ્ટ રૂમ, ડીએમ ઓફિસ, સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હશે.

Girsomnath: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વેરાવળ ST વર્કશોપ અને કોડીનાર ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત, 600 નવી બસો ફાળવાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 6:39 PM
Share

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. ગુજરાત સરકાર દ્વારા માત્ર 150 દિવસના ગાળામાં રાજ્યમાં 600 નવી બસો ફાળવી છે અને આ સપ્તાહમાં જ બીજી નવી 125 બસો ફાળવવાનું આયોજન છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે સરકાર અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.

આ પણ વાંચો- Surat: શોખ બડી ચીઝ ! સુરતમાં સોનાચાંદી અને હીરા-જડિત દાંતના ચોકઠાની વિદેશમાં ભારે માગ, ડાયમંડ જડિત ચોકઠાએ જમાવ્યું આકર્ષણ

કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત

ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં રૂ.4.48 કરોડના ખર્ચે વેરાવળ તેમજ 4.11 કરોડના ખર્ચે કોડીનાર ખાતે વર્કશોપ તૈયાર થશે. જેમાં એડમીન રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, રેસ્ટ રૂમ, ડીએમ ઓફિસ, સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર વેરાવળ એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

અઠવાડિયામાં બીજી નવી 125 બસો ફાળવવામાં આવશે

આ તકે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે વેરાવળ અને કોડીનાર ડેપોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેથી ગીર સોમનાથ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓમાં પરિવહનની સુવિધા માટેનું માળખું સારુ બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચાયેલી નવી સરકારે માત્ર 150 દિવસમાં રાજ્યમાં 600 નવી બસો ફાળવી છે અને આ અઠવાડિયામાં બીજી નવી 125 બસો ફાળવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેથી છેવાડાના ગામડાઓને વધુમાં વધુ સારી બસોની સુવિધા સાથે જોડી શકાય.

હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે સરકારની આ દિર્ઘદ્રષ્ટિથી વિદ્યાર્થીઓ અને વડીલોને પરિવહનની સુવિધા સરળ રીતે મળી શકે એવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સરકાર અંતરિયાળ વિસ્તારોમાં જાહેર પરિવહન સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને આ વિસ્તારોને વિકાસની મુખ્ય પ્રવાહમાં જોડવા કટિબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે અંદાજીત 22,808 ચો.મી વિસ્તારમાં રૂ.4 કરોડ 48 લાખના ખર્ચે વેરાવળ ડેપો વર્કશોપ તથા 21,487 ચો.મી વિસ્તારમાં 4 કરોડ 11 લાખના ખર્ચે કોડીનાર ડેપો વર્કશોપનું નિર્માણ કરાશે. આ વર્કશોપ સર્વિસપીટ, એડમીન રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, બેટરી રૂમ, ઓઈલ રૂમ, રેસ્ટ રૂમ, ડીએમ ઓફિસ, સહિતની અદ્યતન સુવિધાયુક્ત ધરાવતો હશે. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, તેમજ ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(વિથ ઇનપુટ-યોગેશ જોષી,ગીર સોમનાથ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">